SURAT

પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફારઃ બાબર આઝમ અને રિઝવાન T-20 ટીમમાંથી આઉટ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સર્જરી શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. પરંતુ આ યજમાન પાકિસ્તાન ટીમ 5 દિવસમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે પાકિસ્તાન ટીમ ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે જ્યાં તે ODI અને T20 શ્રેણી રમશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ODI અને T20 બંને શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પરંતુ આમાં મોટા સમાચાર એ છે કે રિઝવાન અને બાબર આઝમને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

રિઝવાનના સ્થાને સલમાન અલી આગાને ટી20 શ્રેણીમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે શાદાબ ખાન ઉપ-કેપ્ટન બન્યો છે. જોકે રિઝવાન ODI શ્રેણીમાં કેપ્ટન રહેશે. આ શ્રેણીમાં બાબર આઝમ પણ રમતો જોવા મળશે.

સૌ પ્રથમ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમ 5 મેચની T20 શ્રેણી રમાશે. તે 16 માર્ચથી શરૂ થશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ પછી પ્રથમ ટી20 મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની T-20 ટીમ: સલમાન અલી આગા (કેપ્ટન), શાદાબ ખાન (ઉપ-કેપ્ટન), અબ્દુલ સમદ, અબરાર અહેમદ, હરિસ રૌફ, હસન નવાઝ, જહાંદાદ ખાન, ખુશદિલ શાહ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અલી, મોહમ્મદ હરિસ, મોહમ્મદ ઇરફાન ખાન, ઓમેર બિન યુસુફ, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મોકીમ અને ઉસ્માન ખાન

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની વન-ડે ટીમ: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, આકિફ જાવેદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ઇમામ-ઉલ-હક, ખુશદિલ શાહ, મોહમ્મદ અલી, મોહમ્મદ વસીમ જુનિયર, મોહમ્મદ ઇરફાન ખાન, નસીમ શાહ, સુફયાન મોકીમ અને તૈયબ તાહિર. T20I પછી એક વિકેટકીપર/બેટ્સમેનને ODI ટીમમાં સામેલ કરવામાં આવશે.

Most Popular

To Top