ઈઝરાયલના નોર્થ સિટી હાઈફામાં ગોળીબારની ઘટના બની છે. આ હુમલામાં એકનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની વિગતો સાંપડી છે.
ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે ઉત્તરીય શહેર હાઇફામાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજીના હુમલા થયા હતા જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલી એમ્બ્યુલન્સ સેવા અનુસાર કુલ 6 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હતી. આ ઘટનાઓમાં એક 70 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું અને ચાર અન્ય ઘાયલ થયા હતા.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હુમલો સિટી બસ સ્ટેશન પર થયો હતો. હુમલાખોરની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી પરંતુ તે માર્યો ગયો છે.
ઇમરજન્સી સર્વિસના વડા મેગેન ડેવિડ એડોમે અગાઉ ઇઝરાયલી મીડિયાને જણાવ્યું હતું કે છરાબાજીના હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ મામલાની તપાસ પણ ચાલી રહી છે.
ઇઝરાયલી બંધક પાસે વડાપ્રધાન નેતન્યાહૂએ માફી માંગી
દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં મુક્ત કરાયેલા ઇઝરાયલી બંધક એલી શરાબીની મુક્તિમાં વિલંબ કરવા બદલ માફી માંગી હતી. નેતન્યાહૂના કાર્યાલયના એક નિવેદન અનુસાર અમને દિલગીર છે કે આટલો લાંબો સમય લાગ્યો. અમે તમારી મુક્તિ માટે સખત લડત આપી છે.
ઓક્ટોબરના હુમલામાં પત્ની અને બે પુત્રીઓનું મોત થયું હતું
આ વાતચીત રવિવારે થઈ હતી. 16 મહિના જેલમાં રહ્યા બાદ મુક્ત થયેલા શરાબીને કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં તેની પત્ની અને બે કિશોરવયની પુત્રીઓનું મોત થયું હતું. તેમણે કહ્યું કે કેદમાં રહેવું એક મુશ્કેલ અનુભવ હતો. શરાબી મંગળવારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. નેતન્યાહૂએ તેને એક મહત્વપૂર્ણ બેઠક ગણાવી, જેના પર શરાબીએ કહ્યું કે કદાચ સંયુક્ત પ્રયાસો દ્વારા આપણે આ સમગ્ર ઘટનાનો અંત લાવી શકીશું.