Trending

Video: મધમાખીઓએ સિંહના શરીર પર મધપૂડો બનાવ્યો, ડંખ મારતી રહી અને પછી બન્યું આવું..

આજે વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે છે. સોશિયલ મીડિયા પર દરરોજ વન્યજીવન સંબંધિત વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજના દિવસે જંગલના રાજા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મધમાખીઓએ સિંહના શરીર પર પોતાનો મધપૂડો બનાવ્યો છે. આ રૂંવાટી ઉભી કરે તેવું દૃશ્ય જોઈને લોકો દંગ રહી ગયા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આટલું નાનું પ્રાણી જંગલના રાજાનું જીવન મુશ્કેલ બનાવી દેશે.

સિંહના શરીર પર મધપૂડો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલનો રાજા સિંહ એટલી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે કે તે ઇચ્છવા છતાં પોતાને બચાવી શકતો નથી. સિંહનું આખું શરીર મધમાખીઓથી ઢંકાયેલું છે. તે જંગલમાં પીડાથી કણસતો ફરતો હોય છે અને મધમાખીઓ તેની પીઠ પર પોતાનો મધપૂડો ગોઠવી રહી હોય છે. સિંહના શરીર પર મધમાખીઓએ મસમોટો મધપૂડો બનાવી દીધો છે. મધમાખીઓ તેના કાનમાં અને મોઢામાં પણ ફરી રહી છે પરંતુ સિંહ કશું કરી શકતો નથી.

સિંહની હાલત જોઈને જંગલમાં તૈનાત બચાવ ટીમને તુરંત ઘટનાસ્થળે બોલાવવામાં આવે છે ત્યારબાદ ટીમ ઇન્જેક્શન અને દવાની મદદથી સિંહના શરીર પરના મધપૂડાને સાફ કરે છે. સિંહની સ્થિતિ જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે સિંહ ખૂબ પીડામાં હતો. બચાવ ટીમ દવાનો છંટકાવ કરીને આખરે સિંહને બચાવી લે છે. આ પછી સિંહને જાણે નવું જીવન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @anil.beniwal29 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો વાયરલ થયો કે લાખો લોકોએ તેને જોયો અને પસંદ કર્યો. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. આ દર્દનાક દૃશ્ય પર કેટલાક લોકોએ ટિપ્પણી કરી અને આઘાત વ્યક્ત કર્યો, તો કેટલાક લોકોએ બચાવ ટીમની પ્રશંસા કરી છે.

Most Popular

To Top