વડોદરા તારીખ 28
સમા સાવલી રોડ પર શુક્રવારે મોડી સાંજે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવકો પૈકી એક યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અન્યને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમા પોલીસે તુરંત સ્થળ પર પહોંચી લાશને પીએમ માટે ખસેડી કારચાલક વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર 28 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાના કારણે એકનું ઘટના સ્થળ પર જ કરુણા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માત બાબતે સમા પોલીસને જાણ થતા પી.આઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી કાર ચાલક વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કારનો ચાલક નશામાં ધૂત થઈને કાર ચલાવતો હોય અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.