દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ સરકાર ઉજવી રહી છે, પણ ડભોઈ તાલુકાના આસોદરા નાગડોલ વચ્ચે બસ વ્યવહાર ન હોવાને કારણે વિધાર્થીઓને આસોદરા નાગડોલથી ચાલી અકોટી આવવુ પડે છે જે ખરેખર ગંભીર બાબત કહેવાય.
જાણવા મળ્યા મુજબ ડભોઈ એસ.ઓ.યુ. માર્ગ પર અકોટીથી આસોદરા અને નાગડોલ દેશની આઝાદીના ૭૫ વર્ષ થયા છતાંય બસના વ્યવહારથી વંચીત છે. જેને કારણે આસોદરા અને નાગડોલના વિધાર્થીઓને ફરજીયાત ચાલીને અકોટી માર્ગ પર આવવુ પડે છે. જેને લઈ કેટલાય બાળકોનો અભ્યાસ બગડતો હોવાનુ મનાય છે. હાલ ધોરણ દશ અને બારની બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે, જેને લઈ ને અભ્યાસ કરતા બાળકોને આસોદરા ત્રણ કિલોમીટર અને નાગડોલ પાંચ કિલોમીટર ફરજીયાત ચાલી ને જવુ પડે છે. જેને લઈ આસોદરા અને નાગડોલના વાલી અને વિધાર્થીઓની માંગ છે કે શાળા ના સમયે બસ વ્યવહાર શરુ થાય ગુજરાતની દાદાની સરકાર આસોદરા અને નાગડોલ બસ વ્યવહાર માટે બસ શરુ કરાવે એ જરુરી છે. ડભોઈના અંતરીયાળ ગામોમા કેટલાય ગામો મા બસ વ્યવહાર શરુ થાય એ સમયની માંગ છે
