SURAT

અઢી વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી એમપી જતાં આરોપીને લીમખેડામાં બસમાંથી જ પકડી લેવાયો

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની અઢી વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોધરા ખાતે આવેલ લીમખેડા પાસેથી ઝડપી પાડી પાડી બાળકીને અપહરણકર્તાની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી માતા પિતાને સોંપી હતી. પોલીસે ને માહિતી મળતી હતી કે આરોપી માસુમ બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ રવાના થઈ ગયો હતો. જેથી પોલીસે ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને 100થી વધુ ટીમો બનાવી લીમખેડા પાસે આખી બસ કોર્ડન કરાવી ઉભી રખાવી દીધી હતી અને અપરણકર્તાને ઝડપી પાડ્યો હતો.

ઝોન-1ના ડીસીપી આલોક કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રનકલાકારની અઢી વર્ષની માસુમ બાળકી તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજેના અરસામાં ઘર પાસે રમી રહી હતી.આ સમયે ત્યાંથી પસાર થતાં એક ઈસમ માસુમ બાળકીનું અપહરણ કરી ઓટો રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો.બનાવને પગલે પરિવારએ કાપોદ્રા પોલીસનું શરણું લીધું હતું. જેથી કાપોદ્રા પોલીસ મથકના પીઆઇએ ઘરની આસપાસના સીસીટીવી કેમેરાઓની તપાસણી ચાલુ કરતા માલુમ પડ્યું હતું કે એક વ્યક્તિ નાના વરાછા ના ઢાળ પાસેથી ઓટો રિક્ષામાં બેસીને કામરેજ તરફ ગયો છે. જેથી પોલીસે કામરેજ બાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા આ યુવક ઓટો રિક્ષામાંથી એક ખાનગી ટ્રાવેલ્સમાં બેસી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી આખરે પોલીસે આ ખાનગી ટ્રાવેલ્સના નામના આધારે ઓફિસ સુધી સંપર્ક કરી તપાસ કરતા આ બસ મધ્યપ્રદેશ જતી હોવાનું માલનું પડયું હતું અને ત્યારબાદ ઓફિસના સંચાલકો સાથે મળી બસ કયાં પહોંચી છે તેની તપાસ કરતા બસ ગોધરાના લીમખેડા બસ સ્ટેશન પાસે પહોંચી હોવાનું માલુમ પડતા જ પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ બસને લીમખેડા ખાતે જ કોર્ડન કરાવી લઈ ઊભી રખાવી દીધી હતી. બાદમાં તાત્કાલિક કાપોદ્રા પોલીસની ટીમ લીમખેડા પહોંચી ગઈ હતી. તેઓએ બસની તલાસી લેતા જ તેમાંથી દીનો દલલુ ચારેલ (રહે પાણીની ટાંકી કાપોદ્રા મૂળ વતન ઉદયગંજ હરીનગર જાબુઆ મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી અઢી વર્ષની માસુમ બાળકીને હેમખેમ છોડાવી લીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે છોકરી રડતી હોવાથી તેને લઇને નીકળી ગયો હોવાનું કારણ રજૂ કર્યું હતું. પરંતુ આ કારણ હજુ પોલીસને ગળે ઉતરતું નથી. જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top