Sports

હાર્દિક પંડ્યા 7 કરોડની ઘડિયાળ પહેરી પાકિસ્તાન સામે રમ્યો, દુનિયાભરમાં આવી 50 જ વોચ!

દુબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સૌથી મોટી મેચમાં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી. ભારત તરફથી હાર્દિકે 8 ઓવરમાં માત્ર 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે, તેની બોલિંગ કરતાં વધુ તેના કાંડા પર બાંધેલી ઘડિયાળ વિશે ચર્ચા થઈ હતી, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.

હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે જે ઘડિયાળ પહેરી હતી તે રિચાર્ડ મિલેની રાફેલ નડાલ સ્કેલેટન ડાયલ એડિશન છે. આ ઘડિયાળની કિંમત વિશે વાત કરીએ તો તે ભારતીય ચલણમાં લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પહેલી વાર નથી જ્યારે હાર્દિક પંડ્યા આટલી મોંઘી ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હોય. આ જ કારણ છે કે ચાહકોએ હાર્દિક પંડ્યાની ઘડિયાળ સ્ક્રીન પર જોતાંની સાથે જ તેની કિંમત વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ.

જો આ મેચની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં પાકિસ્તાનની શરૂઆત બહુ સારી નહોતી, પરંતુ રિઝવાન અને સઈદ શકીલે મળીને કોઈક રીતે ટીમનો સ્કોર 200 રનથી વધુ લઈ ગયા. આવી સ્થિતિમાં, ભારતીય બોલરોએ પોતાની પકડ મજબૂત કરી અને આખી પાકિસ્તાની ટીમને 241 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી.

બોલિંગની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા તરફથી સ્પિનર ​​કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. કુલદીપ યાદવ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ લીધી. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા તરફથી હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ સારી બોલિંગ કરી અને 1-1 વિકેટ લીધી. જ્યારે બે પાકિસ્તાની બેટ્સમેન રન આઉટ થયા હતા.

દુનિયામાં માત્ર 50 પીસ છે
આ વોચનું નામ Richard Mille RM 27-02 છે. તેની કિંમત 7 કરોડ છે. આ એક લિમિટેડ એડિશન છે, જેની આખી દુનિયામાં માત્ર 50 જ પીસ છે. આ વોચ એક રેસિંગ કારથી ઈન્સ્પાયર છે. તે એક ડ્યુરેબલ વોચ છે. તેમાં ઓરેન્જ કલરની સ્ટ્રેપ છે. આ વોચ ઘણા એથેલેટ્સ પહેરે છે. રાફેલ નાડેલ પણ પહેરે છે.

Most Popular

To Top