ડભોઇ:
ડભોઈ જૈનવાગામા કેટલાય સમયથી ટ્રસ્ટ ને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેમા ફરીયાદ દાખલ થતા વિવાદ વધુ વકર્યો છે.
પોલિસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ડભોઈના જૈનવાગા વિજયદેવસુર જૈન ટ્રસ્ટમા છેલ્લા કેટલાય સમયથી વાદવિવાદ ચાલી રહ્યો હતો. જેમા ટ્રસ્ટી પ્રકાશ ચંદ્ર માણેકલાલ શાહ ધ્વારા થયેલી પોલિસ ફરીયાદ મુજબ રાકેશ ભાઈ નવીનચંદ્ર જૈન સામે પોતે ટ્રસ્ટી ન હોવા છતાંય પોષ્ટમેનનો વિશ્વાસ કેળવી ટ્રસ્ટની બધી જ ટપાલો પોતે સ્વીકારી લેતા હતાં. જેને કારણે ટ્રસ્ટીઓ ચેરીટી કમિશનરમાં નોટિસનો જવાબ ન આપી શકતા એક તરફી ચુકાદો આવતા ટ્રસ્ટીઓમા નારાજગી જોવા મળે છે. જૈન ટ્રસ્ટ ને બંધારણ ન હોય ૨૦૧૪ મા રાજીનામુ આપી ચુકેલા અને પી.ટી.આર મા નામ બોલતુ હોવાને કારણે ટ્રસ્ટીઓની જાણ બહાર બંધારણ માટે અરજી કરાઈ હતી. જેની સામે ચેરીટી કમિશનર ધ્વારા અખબારમા જાહેરાત આપી ખુલાસા માટે સમય આપીને નામ જોગ ખુલાસા માટે નોટીસ આપવામા આવી હતી. પણ આ બધી નોટીસ પોષ્ટમેન હંસાબેન પોપટ ભાઈ રાઠવા સાથે વિશ્વાસ કેળવી રાકેશ ભાઈ નવીનચંદ્ર જૈન ધ્વારા લઇ લેવામા આવતા ટ્રસ્ટીઓ સમય મર્યાદા ચુકી જતા એક તરફી ચુકાદો આવતા આવ્યો હતો. રાકેશ જૈન ટ્રસ્ટી ન હોવા છતાંય ટ્રસ્ટમા ખોટી રીતે કનગડત કરતા આખરે ટ્રસ્ટી પ્રકાશ ચંદ્ર શાહ ધ્વારા પોલિસ મા ફરીયાદ આપી ન્યાય ની આશા રાખી બેઠા છે. હાઈ પ્રોફાઈલ કેસ મા પોલિસે ૪૦૬ ,૪૨૦ ની કલમો દાખલ કરી પી.એસ.આઈ એલ , એચ .ગોહિલ તપાસ કરી રહ્યા છે. તપાસ મા આગળ શુ નિકળશે એ હવે જોવુ રહ્યુ.
