જ્યારથી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે ત્યારથી અસામાજિક તત્ત્વો જેવાં ગ્રુપ એકટિવ થઈ ગયાં છે. ઉ. દા. વારંવાર મેસેજ ફરે છે જેમાં એક બ્રેઈનડેડ વ્યક્તિનું ફલાણા ગ્રુપનું લોહી છે અને તેનું લીવર કિડની ડોનેટ કરવા માંગે છે, ફોન નંબર પણ તેમાં લખેલા હોય છે અને જલ્દીથી આ મેસેજ આગળ ફોરવર્ડ કરી માનવ સેવાનું કામ કરો. આ મેસેજ આગળ ફોરવર્ડ કરાતાં પહેલાં ઇમેજમાં આપેલા ફોન નંબર પર એક વાર તો ફોન કરો, તે નંબર બંધ આવે છે અને કોઈ ફોન સામેથી રિસીવ કરે તો પૂછવું કે દર્દી કઈ હોસ્પિટલમાં છે, બ્રેઈનડેડ થવાનું કારણ પૂછો પણ આવી તસ્દી કોઈએ લેવી નથી.
બીજો મેસેજ ફરે છે કે સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે એસ.ટી. બસમાં કન્સેશન ચાલુ થયું છે તેનો લાભ લો. તાજેતરમાં નિતીન ગડકરીના ફોટા સહિત આવ્યું કે હાઇ વે પર ફાસ્ટ ટેગ માટે વાર્ષિક ત્રણ હજાર અને આજીવન 15 વર્ષ માટે ત્રીસ હજાર ભરવા પડશે. આ વાયરલ થયેલ સમાચાર કિડની /લીવર વાળો અને એસ. ટી. બસમાં રાહતના કોઈ સમાચાર કાયદેસર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી તેમ છતાં ફરે છે અને ભણેલાં લોકો પર વિવેકબુધ્ધિથી વિચાર્યા વિના ઉતાવળે ફોરવર્ડ કરી દે છે. સોશ્યલ મિડિયા પર આવતું બધું જ સાચું હોતું નથી. તે ફોરવર્ડ કરતાં પહેલાં વિવેકબુધ્ધિ હોય તો વાપરવા વિનંતી.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે