Vadodara

રણોલી પાસે પેટ્રોલ પંપ સામે ટેન્કર ચાલકે રિવર્સ લેતી વખતે મોટરસાયકલને અડફેટમાં લેતાં ચાલક ઇજાગ્રસ્ત

અકસ્માત બાદ ટેન્કર ચાલક ગાડી સ્થળ પર મૂકીને ભાગી ગયો

(પ્રતિનિધિ) વડોદરા

રણોલી ગામના નિવૃત્ત જીવન ગાળતા આધેડને રણોલી ખાતેના પેટ્રોલ પંપ સામે ટેન્કર ચાલકે ટેન્કર રિવર્સ લેતાં દરમિયાન મોટરસાયકલ ને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલક આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના રણોલી ગામે ઝૂંપડપટ્ટીમાં રહેતા હિંમતભાઈ સોમાભાઇ વાદી નામના 62 વર્ષીય વૃદ્ધ પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન વીતાવે છે તેઓ ગત તા.15 મી ફેબ્રુઆરીના રોજ પોતાના પૌત્રની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-ડીએમ-7696 પર પોતાના પત્નીને રણોલી ટી પોઇન્ટ ખાતે મૂકીને સવારે સવા આઠ વાગ્યાની આસપાસ પરત પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે એક ટેન્કર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એએક્સ-2480 ના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર રિવર્સ લેતાં હિંમતભાઈ ની મોટરસાયકલ ના આગળના ભાગે ધડાકાભેર અથડાતા હિંમતભાઈ નીચે પડી ગયા હતા તેમને મોઢાં ના ભાગે ત્રણ દાંત પડી ગયા હતા અને ડાબા પગના ઘૂંટણના ભાગે ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટેન્કર ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો.અકસ્માતને પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હિમતભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે છાણી ખાતે શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ડાબા પગના ઘૂંટણ નીચે ફ્રેકચર થયું હોવાનું નિદાન થતાં આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top