Vadodara

ખોડિયારનગર ચાર રસ્તા નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ


વડોદરા શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાર સર્જાતા શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું.
વડોદરા શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચોવચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આજુબાજુના વિસ્તારમાં પાણીના ખાબોચિયાં ભરાતા નાના નાના તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું હતું.

માનીતા કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં વેઠ ઉતારતા સમસ્યા સર્જાય છે


વડોદરા મહાનગર સેવાસદનના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના અંગત કોન્ટ્રાક્ટરોને કામ છે. જેના કારણે વ્યવસ્થિત કામગીરી થતી નથી. એક ને એક જગ્યાએ વારંવાર લીકેજ થાય છે. વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે તેનું વળતર જનતાને મળતું નથી, પરંતુ વારંવાર લીકેજ થાય વારંવાર રીપેરીંગ કરવું જેના કારણે કોન્ટ્રાક્ટર કમાય સત્તાધીશો કમાય અધિકારીઓ કમાય એવું જાણે એક ચક્ર તંત્રમાં ચાલી રહ્યું હોય તેમ દેખાઈ આવે છે. એક બાજુ સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે અને બીજી બાજુ આખું વડોદરા શહેર નવી પાઇપલાઇન નાખવાના બહાને ખોલી નાખવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સંકલન નો અભાવ દેખાઈ આવે છે જેના કારણે પાણીની લાઈનમાં ભંગાણ થતું રહે છે.

Most Popular

To Top