આ લખાણ લખાઈ રહ્યું છે, ત્યારે રજૂઆત પામેલા સમાચાર પ્રમાણે દિલ્હી વિધાનસભા નિર્વાચનમાં ભાજપે ૨૭ વર્ષ પહેલા ગુમાવેલી સત્તા ફરી મેળવી છે અને પોતાના મુખ્ય હરીફ ‘ આપ ’ ને પોતાનાથી અડધી સીટ પર મર્યાદિત કરી દીધો છે અને એક આતિશી સિવાય કેજરીવાલ સહિતનાં લગભગ બધા જ મુખ્ય આગેવાનો પરાજિત થયા છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાંથી શરતી જામીન પર છૂટતી વખતે કરેલું નિવેદન કે પોતે જનતાની અદાલતમાં ચુકાદો માંગવા જઈ રહ્યા છે, કહીને એક રીતે સર્વોચ્ચ અદાલતની અવગણના કરી હતી, એવા ખોટા આત્મવિશ્વાસ સાથે કે મફત રેવડી અને બાવડાનાં બળથી નિર્વાચન મેનેજ કરી લેવાશે.
તેને દિલ્લીની જનતાએ પણ ગુન્હેગાર હોવાનો ચુકાદો આપી દીધો છે. અહીં પણ ‘ઇન્ડી – બટેંગે ઔર ડુબેગે ભી, હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ ફરી એક વખત કેટલીક બેઠકોની મતગણના જોતા સાચું સાબિત કર્યું છે, જ્યાં કોંગ્રેસ શૂન્ય બેઠકની જીત સાથે પણ ‘આપ’ને જીતતી અટકાવી ગઈ છે. ઉપરાંત કેટલીક મુસ્લિમ બહુલ બેઠકો પર પણ ભાજપ જીતવામાં સફળ થયો છે, જે ઇન્ડીનાં ભાજપ મુસ્લિમ વિરોધી છે એવા ગલત પ્રચારમાંથી મુસ્લિમ મતદાતા અગાઉની માનસિકતામાંથી સકારાત્મક રીતે બહાર આવી રહ્યો છે અને ભાજપ હકીકતમાં સમાનતાનો આગ્રહી છે તે સ્વીકાર કરવા લાગ્યો છે તે આનંદની વાત છે.
સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો કેસર કેરીનો પણ બમણો છે
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા સહિત ગીર વિસ્તારમાં ચાલુ વર્ષ કેરીનો ફાલ માટેના બોર ગત વર્ષ બમણા પ્રમાણમાં આવ્યા હોય વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો બમણા પાકની આશા અત્યારે રખાય છે. આ વર્ષ 95% બગીચામાં મોર પુરે પુરા આવેલા છે. આ વર્ષ એવું અનુમાન થાય કે તાલાલાનો કેસર કેરી ગરીબોના ઘર સુધી પહોંચી શકશે. સાવધાન ફેબ્રુઆરી માસમાં માવઠું આવે તો કેસર કેરીના મોર ખડી પડે છે. અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદથી આગાહી કરવામાં આવી છે.
– મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.