ડભોઇ: ડભોઇ પંથકમા હાલ લગ્નસરાની મૌસમ પુરબહારમા છે. ત્યારે મોટા ટેમ્પાઓમા ડી.જે. સિસ્ટમથી અવાજનું હદ બહાર પ્રદુષણ ફેલાવતા વરઘોડાઓમા ટેમ્પા ઉપર ચઢી નાચગાન સાથે રોમાંચમા રાચતા યુવાનોને જો વીજ તાર અડકી જાય તો એક સાથે એક ડઝન જેટલા યુવાનો વીજ કરંટ નો શિકાર બનવાની દહેશત સેવાઇ રહી છે. છતા બધુ બે રોકટોક ચાલી રહ્યુ છે.જેથી બોર્ડ ની પરીક્ષા ની તૈયારીઓમાં રત વિધ્યાર્થીઓ,બાળકો, મહિ લાઓ અને વૃધ્ધો ડી.જે.ના ઘોંઘાટથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ધ્વનિ પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટ નો પ્રતિબંધ હોવા છતા કોઇપણ જાતની પરવાનગી વિનાજ ડી.જે સિસ્ટમ સાથે જ વરઘોડા ડભોઇ નગર ના રાજમાર્ગો પર રોજબરોજ નિકળી રહ્યા છે.હાલ ધોરણ – 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ માટેની તૈયારીના ભાગરુપે વિધાર્થીઓ રાત દિવસ વાચન કરી રહ્યા છે. તેવામા ડી.જે.સાથે નિકળતા વરઘોડાના ધ્વનિ પ્રદુષણથી એકાગ્રતા ભંગ થવા સાથે વિધાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.એટલુ જ નહી મહિલાઓ, માસુમ બાળકો, વૃધ્ધો,બિમાર લોકો અને હ્રદયરોગના દર્દીઓની હાલત કફોડી થઈ રહી છે. બીજીબાજુ ડી.જે.સિસ્ટમ મોટા ટેમ્પોમા નિકળતી હોવાથી નગર ના સાંકડા રસ્તાઓ મા ટ્રાફીક સમસ્યાઓ સાથે છેક વીસ ફુટ જેટલે ઉંચે રહેલા વિજ તાર ને પણ અડકી જતા હોવાથી કોઇ મોટો ગંભીર અકસ્માત સર્જાવાની પણ દહેશત સેવાઇ રહી છે.આ બાબતે તંત્રબે ધ્યાન રહી સબચલતા હે ની નીતિ જ અપનાવી રહ્યુ હોય લોકો મા આશ્ચર્ય થવા પામ્યુ છે.