UCC એ આદિવાસી ઓળખ માટે જરૂરી છે. હાલની પરિસ્થિતિ અને માંગ મુજબ આવશ્યક છે. આદિવાસી દેશનો મૂળ વતની છે. આદિવાસીને એક કોડ આપી રક્ષણ આપવું જોઈએ. જેથી બીજા સમાજમાં જતી નારીનું રક્ષણ થાય અને સમાજનું પણ રક્ષણ થાય. તે માટે કાયદો જરૂરી છે. UCC કોડ લાગુ પાડવા માટે એક ખાસ આદિવાસી કર્મચારીઓની, નિવૃત તેમજ જાગૃત નાગરિકો, MP, MLAની એક ચોક્કસ ચર્ચા માટે પ્રવર સમિતિ બનાવવી જોઈએ. ચર્ચાનો હાર્દ આદિવાસી નાગરિકો સામે રાખી એક ગેઝેટ બહાર પાડી અલગ મંતવ્યો આવ્યા હોય તો ફરી સુધારો કરી. UCC લાગુ કરવું જોઈએ. ત્યારબાદ જે તે રાજ્યનાં કાયદાનાં આધારે કોન્સ્ટિટ્યૂશનમાં સુધારો કરવો જોઈએ. જેથી આ ધર્મ અને આદિવાસી બંને વચ્ચેનું અર્થઘટન કરી આદિવાસી પોતાનાં નાગરિકો વચ્ચેનું ભેદભાવ ભર્યું વર્તનનો ભોગ ન બને. જો બધા જ રાજ્યનાં આદિવાસી સમાજ સેવકો ભેગા મળી ચર્ચા માટે ‘પ્રવર સમિતિ’ બનાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવે અને તંત્ર મંજુર થાય તો આદિવાસી સમાજ સુંદર રીતે નિવેડો લાવી શકે છે. જો UCC એ કોઈ કાળો કાયદો નથી. ચર્ચાથી ફલિત કરવા માટે પ્રયત્ન જરૂરી.
તાપી – હરીશ ચૌધરી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.