હવેંગરે એક પુસ્તક લખ્યું છે ‘ધી ફિલોસોફી ઓફ એઝ ઇફ’ જેમાં આખું જીવન જ ‘જો’ પર ઊભું છે. જો ‘આમ’ થાય તો સુખ મળી શકે, જો ‘આમ’ નહીં હોય સુખ નહીં મળે. જો ‘આમ’ હોય તો કલ્યાણ થઈ શકશે. જો ‘આમ’ નહીં હોય તો કલ્યાણ નહીં થાય. પણ એક વાત નિશ્ચિત છે, કે સુખ મળી શકે છે, શરત પૂરી થવી જોઇએ અને મજાની વાત એ છે કે જેની શરત છે, એને સુખ કયારેય નથી મળી શકતું. જેના સુખનો મોહભંગ નથી થયો, એને સુખ ન મળી શકે. સુખ મળે છે કેવળ એને, જે આ સત્યને જાણી લે છે કે સુખ આ જગતમાં સંભવ નથી. બહુ પેરાડોકસીકલ, બહુ ઊંધું દેખાય છે. જે વિચારે છે કે આ જગતમાં સુખ મળી શકે છે. જો અમુક શરતો માત્ર પૂરી થઇ જાય, એ કેવળ નવા નવા દુ:ખ શોધતો ચાલ્યો જાય છે. જયાં સુધી શોધો છે ત્યાં સુધી એ સુખ જણાય છે, જયારે મળી જાય છે ત્યારે દુ:ખ જણાય છે.
વિજલપોર – ડાહ્યાભાઇ પટેલ .– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દિલ્હીમાં હવે નોકરી કરવાની જરૂર નહી પડે
દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ ચૂંટણી હતી. મુખ્યત્વે ભાજપ,આપ અને કોંગ્રેસ મેદાનમાં છે. તેમણે બહાર પાડેલા મેનિફેસ્ટો પ્રમાણે હવે દિલ્હીમાં – ઘર ફ્રી , વીજળી ફ્રી , રાશન ફ્રી , પાણી ફ્રી ,બસ મુસાફરી ફ્રી , શિક્ષણ ફ્રી , તીર્થયાત્રા ફ્રી , માંદા પડો તો સારવાર ફ્રી , મહિલાઓને મહીને રૂ.૨,૧૦૦/- , બેરોજગારોને રૂ.૮,૫૦૦/- આ બધામાં બે જ જાહેરાત બાકી રહી ગઈ છે. અંતિમ સંસ્કાર ફ્રી અને મ્રુત્યુ પછીનો જમણવાર ફ્રી. આ બધુ જોતા એક વાત નક્કી થઈ ગઈ લાગે છે કે દિલ્હીના લોકોને હવે નોકરી કરવાની જરૂર નહી પડે ,ત્યાં રહેનારને બસ લીલા લહેર છે.
સુરત – તૃપ્તિ ગાંધી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.