છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચુંટણીમાં પક્ષ વિરોધી ઉમેદવારી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના પાંચ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
છોટાઉદેપુર નગરમાં હાલ નગરપાલિકાની ચૂંટણી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા વિસ્તારના 7 વૉર્ડ માંથી 28 ચૂંટાયેલા સભ્યોનું બોર્ડ બનશે . એ માટે કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ રાજકીય પાર્ટીમાંથી ટિકિટો ન મળતા ઘણાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. જ્યારે ઘણાએ બીજી પાર્ટીનો ચૂંટણી લડવા પણ સહારો લીધો છે. તેવા 5 સભ્યોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચુંટણી જીતવા ઘણા દાવપેચ અને રમતો રમાઈ રહી છે. જે અંતર્ગત મતદારોને રિઝવવા સામ દામ દંડ ભેદ lની નીતિ પણ અપનાવવામાં આવી રહી છે. જ્યારે રાજકીય પક્ષોમાં કાર્યકર્તા કાર્યકરો પાર્ટી વિરુદ્ધ પણ જઇ રહ્યાં હોય હકાલપટ્ટી કરવામાં આવી છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી માંથી 5 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં (1)ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ (છોટાઉદેપુર શહેર)(૨.) રમજાની ફારૂકભાઈ ફોદા-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૩). શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૪). મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૫). શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)નો સમાવેશ થાય છે.