Comments

દેશની ન્યાયિક વ્યવસ્થા માટે એ.આઈ.ની મદદ સહારો બનશે!!!

ગુજરાતના મહીસાગર જીલ્લામાં બે પરિવારની પેઢી-દરપેઢી અદાલતમાં ખેતરમાં હત્યાના ગુનાસર ખુનીને ૧૦ વર્ષની સજા મળી. પરંતુ ૭ વર્ષે ખબર મળ્યા કે એફ.આઈ.આર. રજીસ્ટર મુજબ મારી નાખવામાં આવેલ માણસ તો જીવિત છે. આથી પોલીસ નોંધની ભૂલ જાણી હાઈકોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો અને વિભાગે હ્યુમન એરર જાણી ફાઈલ બંધ કરી દીધી. પ્રવર્તમાન કાયદા અને ન્યાયની દુઃખદ સ્થિતિ અંગે સુરતના લિટરેચર ફેસ્ટીબલમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈ એ શહેરના વકીલો સમક્ષ જણાવ્યું કે દેશની વિવિધ અદાલતોમાં ક્રીમીનલ ટ્રાયલ ૩ થી ૪ વર્ષનો સમય લે છે તે સ્થિતિમાં અલગ-અલગ કોર્ટમાં આજે ૫ કરોડ કેઈસ પેંડિંગ છે. ૪૫ કરોડ નાગરિકના કેઈસ લીટીગેશનમાં છે.

સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજે બંધારણીય સંસ્થા માટે અતિ મહત્વના પદ માટેની નિમણુંક પ્રક્રિયા અંગે ખુલ્લી નારાજગી દર્શાવતા કહ્યું કે, સારા નિબંધો અને ચપો-ચપ અંગ્રેજીમાં ગોખી રાખેલ માહિતી ઠાલવી દેતા યુવાનો જજ તરીકે પસંદ થાય તેવું ધોરણ હોતા દેશની ૧૪૦ અબજની વસ્તી માટે માત્ર ૨૪ હજાર ન્યાયાધીશો કાર્યાન્વિત છે. પરિણામે અનેક કિસ્સાઓમાં માણસ મૃત્યુ પામે તેનો પરિવાર બરબાદ થઈ જાય, પછી કોર્ટ વ્યક્તિને નિર્દોષ જાહેર કરે છે. શ્રી રંજન ગોગોઈએ જણાવ્યુ કે ન્યાયની અપેક્ષા એ કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા નાગરિકોની વ્યવસ્થા માટે દેશની જેલોનો કુલ ખર્ચ એક રાજ્યના સંચાલન બરાબર પહોંચ્યો છે !!!!

દેશની બંધારણીય વ્યવસ્થામાં સ્વાયત્ત દરજ્જો ધરાવતી ન્યાય વ્યવસ્થામાં વ્યાપેલ ભ્રષ્ટાચારને લોકશાહી પ્રક્રિયાની ખામી તરીકે સ્વીકાર કરતા સપ્રિમ કોર્ટને વરિષ્ઠ વકીલ શ્રી સુબ્રમન્યમ સ્વામીએ ટીવી ઇન્ટરવ્યૂમાં કહેવું પડ્યું “નાગરિકોને ન્યાય મળતો નથી ખરીદવો ગુલામી કાળમાં અંગ્રેજો ‘ દ્વારા મુકવામાં આવેલ ન્યાયિક વ્યવસ્થાઓ આજે અમૃત કાળે મહદ અંશે જેમની તેમ છે અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે રાજ્ય વ્યવસ્થાનું સ્વપ્ન આમ નાગરિકો માટે દુર્લભ છે. ત્યારે મર્યાદિત સમય સાથે ચાલતી, વેકેશન માણી કોર્ટ વ્યવસ્થા પુન: વિચારણા આધિન બની રહે છે.

ન્યાયની દેવી કોઈપણ પ્રભાવથી અંજાયા વિના હાથ પરના ત્રાજવામાં માત્ર સત્ય હકીક્તોથી ન્યાય તોળે છે તેવી ગ્રીક માન્યતાના સ્થાને ૨૧ મી સદીમાં ગુજરાતમાં સાબરમતી એક્સપ્રેસ અને યુરોપમાં ક્રિસમસ ક્રાઈમના અભ્યાસો દર્શાવે છે કે અખબારો અને ટેલિવિઝન જુથની પૂર્વ નિર્ધારિત ભૂમિકા ન્યાયિક પ્રક્રિયાને ભ્રમિત કરવા સક્ષમ રહે છે. આથી જ તો ૨૭ વર્ષ જેલવાસ વેઠી ખુલ્લી હવામાં પ્રથમ પગલું મુક્તા જ નેન્સલ મંડેલા એ કહેવું પડ્યું કે “ન્યાય નો આધાર સત્યતા રહેશે તો જ માનવ જાત શાંતિને પામશે.”

સીંગાપોર યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ લૉ ની ઈમારત ઉપર લખાણ છે ‘શુભ તમને શક્તિશાળી લાગી શકે છે પણ અશુભ પોતાના સંખ્યાબળથી તેને પછાડે છે’ સમાજશાસ્ત્રી ચેનોવેથ નોંધે છે કોઈ શાસન વ્યવસ્થા બહુમતીને સામનો કરી શકે નહીં” ભારતીય બંધારણના મથાળે તે લખાય છે “સત્યમેવ જયતે’’ પરંતુ જગતના ઈતિહાસના અભ્યાસુ પ્રાધ્યાપક રીચાર્ડ કાર્ટીસ ના મતે ‘ઈતિહાસ જનતાના સામુહિક મંતવ્યને સત્ય તરીકે સ્થાન આપે છે”

ન્યાય પ્રક્રિયાના કેન્દ્રમાં મનુષ્ય છે અને માણસની વિવેકશક્તિનો આધાર માનવ મસ્તિષ્ક છે. આથી કોઈ વ્યક્તિ કે ૫રિસ્થિતિને સમજવા માટે બેઠેલ જજ પણ અંતે પોતાના કાનથી સંભળાયેલ, આંખોથી જોયેલ પુરાવાને તર્કને મસ્તિષ્કના અગ્રભાગે પ્રિફ્રંટ કોરટેકસથી સ્વીકારે છે. પરંતુ તર્કનું સંકલન મસ્તિષ્કના પાછળના કેરટેકસ હિસ્સામાં જ થાય છે. આથી સમગ્ર પ્રક્રિયા વ્યક્તિના ઉછેર, સંસ્કાર, તાલીમ અને પૂર્વા-પર ખ્યાલોથી અલિપ્ત રહી શકતી નથી. વર્તન વિજ્ઞાની લેવિસ બી સ્મેડસ તો ત્યાં સુધી કહે છે કે ન્યાય વ્યક્તિની વિવેકશીલતા અને ધૈર્યનું ધુંધળુ ચિત્ર છે.”

વર્ચ્યુઅલ વિશ્વની ૨૧ મી સદીમાં તો ન્યાયની દેવીના ત્રાજવામાં સત્ય હકીકતથી ઘણું વધારે ઉમેરણ માહિતી ઉપકરણથી થતુ રહે છે, ત્યારે પ્રવર્તમાન ન્યાય પ્રક્રિયાની મર્યાદાઓનો સ્વીકાર લોકશાહીમાં અનિવાર્ય બનતો જાય છે. રશિયન સુપ્રિમો મારીશ કોન્તકોવ તો ડંકાની ચોટ પર કહે છે ‘ જુબાની ઉપર વિશ્વાસ કરવાના વૈભવની કિંમત નિર્દોષ અને મૌન રહેનાર લાચારોને ચૂકવવી પડે છે.”

અહીં નોર્વેના જંગલોમાં ઓસલોથી ૬૦ માઈલ દૂર દક્ષિણમાં દુનિયાની એ.આઈ. સંચાલિત ન્યાય અને જેલ વ્યવસ્થા આશા ને સંચાર લઈ ઉગી નીકળે છે. રોબોર્ટીક ન્યાય અને સીસી કેમેરાની વ્યવસ્થાના આધાર ગુનેગારના ખરાબ આચરણ ઉપર રોક લગાવવાનો નહીં પરંતુ ખરાબ ઈરાદાઓ પર રોક લગાવવાનો પ્રયત્ન આશાસ્પદ બન્યો છે. બેસ્ટોયના અધ્યક્ષ ઈબાહાર્ટ જણાવે છે “એ. આઈ. ગુનેગારને મનુષ્ય તરીકે જુએ છે આથી વ્યક્તિનું વર્તન મનુષ્યત્વ આસપાસ જકળાઈ રહે છે.”

૨૦૧૮માં અમેરિકા અને નોર્વના અર્થશાસ્ત્રીઓને મુલ્યાંકન અનુસાર ૪૦ ટકા ઓછી ખર્ચાળ એ.આઈ.થી જળવાતી ન્યાયિક વ્યવસ્થામાંથી પસાર થતા નાગરિકોના જીવનમાં અસાધારણ પરિવર્તન આવ્યું છે. દુનિયાની તમામ જેલોમાં ગુનેગારોના પરત ફરવાના ૬૦ ટકાના રેકોર્ડથી વિરુદ્ધ નોર્વની જેલોમાં માત્ર ૧૬ ટકા કેદીઓ ફરી ગુનો આચરી ન્યાયિક વ્યવસ્થાના ખર્ચમાં બેગણો ઘટાડો કરનાર સાબિત થયા છે.

રાષ્ટ્રપતિ લીડન બી જોન્સનની અધ્યક્ષતામાં ગઠીત અપરાધ વિજ્ઞાનીઓ, નિવૃત્ત જજ અને જેલરોની કમિટીએ સોંપેલ અહેવાલમાં પોલીસ એફ. આર. આઈ.થી લઈ જેલ સુધીની વ્યવસ્થા પ્રત્યે પારંપારિક અભિગમ છોડવા ભલામણ છે. અહેવાલ જણાવે છે કે “પ્રવર્તમાન ન્યાય અને દંડ વ્યવસ્થામાં વ્યક્તિને સામાન્ય બનાવવાની સંભાવનાઓ ઘણી ઓછી છે, હવે અમુલ સુધારાનો સમય આવી ગયો છે, સળીયા કોઠરી અને અંતહીન ગલીયારાઓ હવે ખતમ કરવા પડશે.””

વિશ્વમાં લોકશાહીનું માળખું વધારે અને વધારે સ્વીકૃત કરવા માટે પણ ન્યાયિક વ્યવસ્થામાં વધુ મોકળાશ અને માનવ મૂલ્યો તરફનો ઝુકાવ વધારવો પડશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જે બાઈડન એ પોતાના નિવૃત્ત નિવેદનમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે લોકશાહીને અમીરોથી બચાવવી પડશે.” જનમત ઉપર વધતા જતા મની અને મસલ્સ પાવરને સંયમિત રાખવાની માસ્ટર કી ન્યાયિક પ્રક્રિયા છે. પરંતુ તેનું પારંપારિક સંકલન બદલવા પૂર્વ ચુકાદાઓના પુસ્તકો અને જજોની માન્યતાઓથી બહાર નીકળી રોબેટીક એ.આઈ. તરફ જવું જ રહ્યું.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top