Business

12 લાખની આવક સુધી નો ટેક્સ, અહીં સમજો નવા ટેક્સ સ્લેબનું ગણિત

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ફેરફાર નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. અગાઉ 7 લાખ રૂપિયાની કમાણી પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75000 રૂપિયા રાખવામાં આવ્યું છે. 75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનની છૂટ મળશે. તેમજ 15-20 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ લાગશે. 8-12 લાખ રૂપિયાની આવક પર 10 રૂપિયા ઇન્કમ ટેક્સ લાગશે. હવે 24 લાખની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત બાદ હવે મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. જો કોઈ વ્યક્તિ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તો તેને 1 રૂપિયાનો પણ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. પરંતુ જો 12 લાખ રૂપિયાથી વધુ એક રૂપિયો પણ હોય તો ટેક્સ ભરવો પડશે.

ફેરફારો બાદ નવો ટેક્સ સ્લેબ આ પ્રમાણે રહેશે

  • 4 લાખ સુધી ઝીરો ટેક્સ.
  • 4થી 8 લાખ સુધી 5 ટકા
  • 8થી 12 લાખ સુધી 10 ટકા
  • 12થી 16 લાખ સુધી 15 ટકા
  • 16થી 20 લાખ સુધી 20 ટકા
  • 20થી 24 લાખ સુધી 25 ટકા
  • 24 લાખથી વધુ આવક પર 30 ટકા

નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે TDS-TCSમાં ઘટાડો થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જૂના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલાની જેમ જૂના ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ છે.

હવે 12 લાખ 75000 રૂપિયા પર ટેક્સ નહીં લાગે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી અને જાહેરાત કરી હતી કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75000 રૂપિયા રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં 12 લાખ 75000 રૂપિયા પર કોઈ ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ થયો કે જેની વાર્ષિક આવક 12 લાખ 75 હજાર રૂપિયા છે તેમને એક રૂપિયાનો પણ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે.

ગયા વર્ષે પણ ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી
નોંધનીય છે કે ગત બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી ભેટ આપી હતી. આ મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. હવે ફરી એકવાર મધ્યમ વર્ગને ભેટ આપવા માટે નવા ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top