Charchapatra

કબૂતર માટે ચબૂતરા બાંધવા વિશે

એક સમાચાર મુજબ SMC શહેરના બે ગાર્ડનમાં પક્ષીઓ માટે ૬૦ ફૂટ ઊંચા કે જેમાં ૧૦૦૦ પક્ષીઓ રહી શકે તેવા ચબૂતરા બાંધવા માટે વિચારી રહી છે. શહેરનાં પર્યાવરણપ્રેમીઓ તથા તબીબો ખાસ કરીને જેઓ એલર્જી અને ફેફસાંના રોગોનાં દર્દીઓની સારવાર કરે છે તેઓ કોર્પોરેશનની આ પહેલથી ચિંતિત છે. કારણ કે અત્યારે જ શહેરનાં નાગરિકો ઘણી જગ્યાએ પુણ્ય મેળવવાના આશયથી કબૂતરોને ચણ નાખે છે. પરંતુ આમ કરવાથી પુણ્ય મેળવવાની જગ્યાએ અજાણતામાં તેઓ ખાસ કરીને બાળકોમાં ફેફસાની બિમારી ફેલાવવામાં નિમિત્ત બની જાય છે.

કબૂતરની ચરક તથા તેના પીંછાથી pigeon alveolitis અને ILD જેવી ફેફસાની અસાધ્ય બીમારીઓ થાય છે.  આવા ચબૂતરાઓ પર કબૂતર સિવાય કોઈ પક્ષીઓ આવતા નથી. જો ખરેખર પક્ષીઓના રહેઠાણની ચિંતા કરવી હોય તો આવા ચબૂતરાઓની જગ્યાએ તેમના કુદરતી નિવાસ એવા વિવિધ પ્રકારનાં ફળાઉ વૃક્ષો વાવો, જેથી તેમને રહેઠાણની સાથે સાથે ખોરાક પણ મળી રહે તથા શહેરનું પર્યાવરણ પણ જળવાય અને લોકોને ઑક્સીજન મળે તે નફામાં. મુંબઈ અને પુના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવવા હાલમાં જ કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂક્યો.
સુરત     – ડો. હેમંત પટેલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારી સહાયનો દુરુપયોગ
જે લોકોને સરકારી સહાય મળે છે, પેન્શન, મેડીકલ એલાઉન્સ, ફ્રી ઇન્સ્યોરન્સ વિગેરે મળે છે તેઓ વિધવા સહાય આયુષ્યમાન સહાય વિગેરે ખમતીધર શખ્સો પણ કાતરી લે છે. આમ જનતાને મળતી નિ:શુલ્ક સહાય તેમાંનો થોડો ભાગ ઉપરોકતો પડાવી લે છે તે માટે સરકારે વોચ રાખવા માટે કોઇ વહીવટી તંત્રને આદેશ આપ્યો નથી. રેશનિંગના દ્વારા પણ બોગસ નામે બોગસ બીલો બનાવી બારોબાર મીલીભગતથી વેચાઈ જાય છે તે ફકત હિમશીલાનો એક ભાગ જ હોય છે.
અડાજણ          – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top