World

અમેરિકામાં મોટી દુર્ઘટનાઃ પ્લેન સાથે હેલિકોપ્ટર ટકરાયું, 19ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક મધ્ય-હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયા બાદ પેસેન્જર પ્લેન પોટોમેક નદીમાં તૂટી પડ્યું હતું. હેલિકોપ્ટર સાથે પ્લેન ટકરાતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

તે એક નાનું પેસેન્જર પ્લેન હતું જેમાં લગભગ 64 લોકો સવાર હતા. રેસ્ક્યુ બોટ પોટોમેક નદીમાં બચાવ કામગીરી કરી રહી છે. સીએનએનના રિપોર્ટ અનુસાર દુર્ઘટના બાદ રીગન નેશનલ એરપોર્ટને ઈમરજન્સીની સ્થિતિમાં બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે.

રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈનો જીવ બચ્યો નથી. વિમાનમાં 64 લોકો સવાર હતા જ્યારે આર્મીના હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે

યુ.એસ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોશિંગ્ટન DCની બહાર રીગન નેશનલ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં ક્રેશ થયેલું પેસેન્જર પ્લેન રનવેની નજીક પહોંચતી વખતે મધ્ય હવામાં સિકોર્સ્કી H-60 ​​હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન અમેરિકન એરલાઇન્સનું હતું. તે બુધવારે વિચિટા કેન્સાસથી ઉપડ્યું હતું.

સેનાના હેલિકોપ્ટર સાથે અથડામણ
રીગન નેશનલ એરપોર્ટ પર યુએસ આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટરે અમેરિકન એરલાઈન્સના પ્લેનને પાછળથી ટક્કર મારી હતી ત્યારબાદ બંને નદીમાં પડી ગયા હતા. એરલાઈને પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સમયે ચાર ક્રૂ મેમ્બર સહિત કુલ 64 લોકો પ્લેનમાં સવાર હતા. જે આર્મીનું હેલિકોપ્ટર ટકરાયુ તે ટ્રેનિંગ ફ્લાઇટ હતું.

કેન્સાસના અમેરિકી સેનેટર રોજર માર્શલે કહ્યું કે પેસેન્જર પ્લેન સાથે જે હેલિકોપ્ટર અથડાયું તે અમેરિકી સેનાનું હતું. આજે રાજ અમને એવા વિનાશકારી સમાચાર મળ્યા કે તે કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હોઈ શકે.

અગાઉ ડીસી પોલીસે પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે મેટ્રોપોલિટન પોલીસ વિભાગનું હેલિકોપ્ટર આ અકસ્માતમાં સામેલ નથી. MPDએ જણાવ્યું હતું કે તેનું હેલિકોપ્ટર આ ઘટનામાં સામેલ નથી અને હાલમાં મલ્ટી-એજન્સી રિસ્પોન્સમાં મદદ કરી રહ્યું છે.

પ્રત્યક્ષદર્શીએ અકસ્માતની ઘટનાનું વર્ણન કર્યું
એક પ્રત્યક્ષદર્શીએ સીએનએનને જણાવ્યું કે જ્યારે તેણે વિમાનને નીચે જતું જોયું ત્યારે તે ઘરે જઈ રહ્યો હતો. તેણે કહ્યું કે ડ્રાઇવિંગ કરતી વખતે જ્યારે મેં શરૂઆતમાં પ્લેન જોયું તો તે સારું લાગતું હતું. જમીન તરફ જઈ રહ્યું હતું. તે કદાચ પાણીથી 120 ફૂટ ઉપર ઉડી રહ્યું હતું. તે સામાન્ય કદનું પેસેન્જર જેટ હતું. તેણે વધુમાં કહ્યું કે ત્રણ સેકન્ડ માટે વિમાન 90 ડિગ્રીથી વધુ જમણી તરફ નમેલું હતું. અચાનક તેમાં બ્લાસ્ટ થયો હતો. આગના તણખા ઉડ્યા હતા અને ત્યાર બાદ અંધારું થઈ ગયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે શંકા વ્યક્ત કરી
આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે પ્લેન એક નિશ્ચિત રૂટિન પર રનવે તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ અચાનક હેલિકોપ્ટર સીધું પ્લેન તરફ જવા લાગ્યું. આકાશ સ્વચ્છ હતું. પ્લેનની લાઈટો પણ ચાલુ હતી. પ્લેન સામે જોઈને હેલિકોપ્ટરે પોતાનો માર્ગ કેમ ન બદલ્યો? કંટ્રોલ ટાવરે હેલિકોપ્ટરના પાયલટને કેમ જાણ ન કરી કે આગળ એક પ્લેન છે? આ અપ્રિય ઘટના બંધ થવી જોઈતી હતી. તે સારું ન હતું.

Most Popular

To Top