Vadodara

ગોરવામાં 10 મહિનાનો માસૂમ પાણીની નીકમાં ખાબક્યો, ઘટનાસ્થળ પર જ બાળકનું મોત

ખુલ્લી નીક બાળકના મોતનું કારણ બની

માંતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેર ગોરવા વિસ્તારમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. ગોરવામાં 10 મહિનાના બાળકનું પાણીની નીકમાં પડી જવાથી મોત નિપજ્યું છે.
10 મહિનાનો માસૂમ રમતા રમતા નિક પાસે પહોંચ્યો હતો મૃતક માસુમની ઓળખ આયુષ તરીકે થઈ છે. 10 મહિનાના બાળકની માતા પાણી ભરવા ગઈ ત્યારે માસૂમ રમતા રમતા પાણીની નીકમાં પડી ગયો હતો. ત્યાર બાદ આસ પાસ કોઈ ના હોવાથી બાળક ની મદદે કોઈ આવિશક્યું ના હતું. પાણીની નિકમાં ફસાયેલા બાળકે નાક અને મોઢા ના ભાગે થી પાણી પી જતા ગૂંગળાઈ જવાથી શ્વાસ ના લઈ શક્યો અને જે કારણે તે જિંદગી ની લડત હારી ગયો હતો. બાળક ની આસ પાસ જો કોઈ હોત તો બાળક નો જીવ બચી ગયો હોત.
આ ઘટનામાં માતા પાણી ભરવા જતા બાળક રમતા રમતા નીક માં પડી ગયો હતો જેના કારણે બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ પાણીની નીક કુત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવવામાં આવી હતી. દુર્ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકાપવામાં આવ્યો હતો. માસૂમના અકાળે મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યો .

Most Popular

To Top