RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી તે સમયે ભાજપ્ના (BHAJAP ) પૂર્વ મેયર ઉદય કાનગડ ( UDAY KANGAD ) અને એનસીપીના ( NCP) મહિલા અગ્રણી રેશ્મા પટેલ (RESHAMA PATEL) વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટની જુની કલેકટર કચેરીએ શુક્રવારે વોર્ડ નં.૧૬ ના ફોર્મ ભરવા સમયે ભાજપના આગેવાન ઉદય કાનગડ અને એનસીપી ઉમેદવાર રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના ૪ ઉમેદવારો આગેવાન ઉદય કાનગડની આગેવાનીમાં રિર્ટનીંગ ઓફિસર સિદ્ધાર્થ ગઢવી સમક્ષ ફોર્મ ભરી રહ્યા હતા. ત્યારે એકાએક એનસીપી રેશ્માબેન પટેલ ચેમ્બરમાં દોડી આવ્યા હતા અને મેન્ડેટ બાબતે આર.ઓ. સમક્ષ ડિસ્ટ્રકશનને હઠાગ્રહ રાખતા ભારે દેકારો મચ્યો હતો. આખરે પ્રાંત અધિકારી ગઢવીએ પોલીસને બોલાવી રેશ્મા પટેલને બહાર લઇ જવાનું કહેતા અને રેશ્મા પટેલ બહાર નહીં જતા મહિલા પોલીસે ટીંગટોળી કરી તેમને બહાર કાઢયા હતા.
ઉદય કાનગડે મારી સાથે ઉદ્ધત વર્તન કર્યુ: રેશ્મા પટેલ.ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાબતે એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ. પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજૂઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડે મારી સાથે એલફેલ બોલી ખરાબ વર્તન કર્યું, જે હું નહીં ચલાવી લઉં.
રેશ્માબેન ચૂંટણી અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા: ઉદય કાનગડ.આ બાબતે ઉદય કાનગડે જણાવ્યું હતું કે, અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી એ દરમ્યાન રેશ્માબેન વચ્ચે આવી ચૂંટણી અધિકારી અને મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. રેશ્માબેન અને તેના ૮ થી ૧૦ લોકો સિધા જ ચૂંટણી અધિકારી પાસે આવી મેન્ડેટની પ્રોસિઝર શું છે, સહિતની બાબતે ચૂંટણી અધિકારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં રેશ્માબેનને કહ્યું પહેલા અમારી પ્રક્રિયા પૂરી થવા દો, ત્યાર બાદ તમારી પ્રોસિઝર કરાવજો. આ વાત સાંભળી રેશ્માબેન ઉશ્કેરાઈ ગયા હતા. અમે કોઈપણ જાતનું ગેરવર્તન કર્યુ નથી.