Vadodara

વડોદરા મહાનગરપાલિકાને બજેટ માટે 1000થી વધારે સૂચનો મળ્યા

વર્ષ 2025-26 ના બજેટને લઈને મંગાવાયેલા સૂચનોનો પ્રાથમિક આંકડો સામે આવ્યો

એક સપ્તાહમાં 1000 જેટલા ઈમેલ સૂચનોના ઇમેલ પાલિકાને પ્રાપ્ત થયા

વધુ પડતા સૂચનો ફરિયાદ સ્વરૂપમાં મળ્યા હોવાની પ્રાથમિક માહિતી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે 2025-26 ના બજેટ પહેલાં તેમાં સમાવી શકાય તેવા વિકાસકાર્યો અંગેના સૂચનો લોકો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. જેમાં 1000થી વધારે સૂચનો પ્રાપ્ત થાય છે.

વડોદરા પાલિકા દ્વારા આ વર્ષે 2025-26 માટે લોકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા જેમાં મેલ દ્વારા પણ આ સુચનો પણ નાગરિકો મોકલી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. ત્યારે સૂચનો મોકલવાનો આંતિમ દિવસ તારીખ 26 જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો હતો.
બજેટ પૂર્વે વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો અંગેના સૂચનો લોકો પાસેથી મંગાવવામાં આવ્યા છે. તેમાંથી શક્ય હશે, તેટલા સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવનાર હોવાનું પાલિકા દ્વારા જણાવ્યું છે. અત્યાર સુધી આશરે એક હજાર જેટલા સૂચનો આવ્યા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થયેલ ઇમેલનો સ્પષ્ટ આંકડો અને પ્રજાના સૂચનો અંગેની માહિતી મ્યુનિસિપલ કમિશનર તારીખ 28મી બજેટ સુપ્રત કર્યા બાદ જાહેર કરશે. હાલ એકાઉન્ટ વિભાગ દ્વારા સૂચનોના ઇમેલ નું વર્ગીકરણ કરી સંબંધિત વિભાગને મોકલી રહ્યું છે. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બજેટમાં શહેરીજનોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોના સૂચનોને બજેટમાં કેટલા અંશે ગ્રાહ રાખી સમાવામાં આવશે તે જોવાનું રહ્યું.


વડોદરા પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 26, જાન્યુઆરી સુધી લોકો જોડેથી બજેટમાં સમાવવા માટેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જુદા જુદા મામલે સારા એવા સૂચનો આવી રહ્યા છે. અમે આ સૂચનોનું વર્ગીકરણ કરીને, જે તે સંબંધિત વિભાગોમાં મોકલીશું, અને તે અંગે કઇ રીતે કાર્યવાહી થઇ શકે, તે બધાની વિગતો બજેટ બ્રિફમાં જણાવવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર સૂચનો આવ્યા છે. હજી પણ તેની સંખ્યા વધી રહી છે. તેની પ્રક્રિયા ચાલુ જ છે. આખરી આંકડો ચર્ચા-વિચારણા બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top