સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની સુરતથી દિલ્હીની ફ્લાઈટના મુસાફરોના ચેકિંગ અને સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મુસાફરના મોજામાં છુપાવેલું લાઈટર અને સિગારેટનું પેકેટ આવ્યું હતું. અન્ય પેસેન્જર સહિત ફ્લાઈટના સ્ટાફની જિંદગી જોખમાય એવું કૃત્ય હોવાથી ડુમસ પોલીસે મુસાફરની ધરપકડ કરી છે. પકડાયેલા પેસેન્જર સમાજસેવક હોવાની સાથે લોકોને દારૂની લત છોડાવવા માટે કામ કરે છે.
- સુરત એરપોર્ટ પર એક પેસેન્જર લાઈટર અને સિગારેટ સાથે પકડાયો
- કઠોદરાના સેવાધામ આશ્રમમાં રહેતા હીરાલાલ પાનસેરિયા સમાજ સેવા કરે છે
- ડુમસ પોલીસે હીરાલાલ પાનસેરિયાની ધરપકડ કરી
દિલ્હી જવા માટે સુરત એરપોર્ટ પર આવેલા કામરેજનો મુસાફર લાઇટર અને સિગારેટના પેકેટ સાથે પકડાયો હતો. કામરેજ તાલુકાના કઠોદરા ખાતે આવેલા સેવાધામ આશ્રમમાં રહેતા હીરાલાલ દેવજીભાઇ પાનસેરિયા સમાજ સેવા કરે છે. તા. 24મી જાન્યુઆરીના રોજ ઇન્ડીગો ફ્લાઇટમાં સુરતથી મુંબઇ જવા માટે નીકળ્યા હતા.
સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટના ફ્રિસ્કીંગ પોઇન્ટ પાસે ચેકીંગ પો સબ ઇન્સ્પેક્ટર રવિ યાદવે તેમને અટકાવી ચેકીંગ કરતા હીરાલાલના જમણા પગના મોજામાંથી સિગારેટનું પેકેટ અને એક લાઇટર મળી આવ્યું હતું. લાઇટર જેવી વસ્તુ પ્રતિબંધિત હોવા છતાં ચોરી છૂપીથી પ્લેનમાં લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી રવિ યાદવે ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પેસેન્જરની જિંદગી જોખમમાં મૂકાય તેવું કૃત્ય કરવાનો ગુનો નોંધી તપાસ આદરી છે.