વડોદરા તા.21
વડોદરા ફતેગંજ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવકને લાકડી તથા લોખંડની પાઇપ દ્વારા હુમલો કર્યો હતો. દરમિયાન છોડાવવા પડેલા યુવકના ભાઈ સહિત બે જણા પર સાથે બુટલેગર એજાજ પીસી અને માથાભારે વસીમ ગેંગસ્ટર સહિતના 11 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં વસિમે અઝહરના પેટમાં ચાકુના ઘા ઝીંક્યા હતા. જેથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નાના ભાઈએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કાફેમાં 18 જાન્યુઆરીના રોજ થયેલા ઝઘડાની અદાવતે દારૂનો ધંધો કરતા બુટલેગર એજાજ પીસી તથા વસીમ ગેંગસ્ટર સહિત 11 જેટલા શખસોએ શનાખાન પઠાણ સહિત તેના મિત્ર સાથે ઝઘડો કર્યો હતો અને લોખંડની પાઇપ લાકડી થી માર માર્યો હતો. જેના કારણે યુવક પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. ત્યારે હુમલાખોરોએ તેનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં યુવકને પકડી લીધા બાદ ઢોરમાર માર્યો હતો. યુવકનો મોટો ભાઈ અઝહર તથા તેનો મિત્ર સમીર છોડાવવા માટે આવી પહોંચતા આ માથાભારે વસીમ ગેંગસ્ટરે અઝહર પઠાણ સાથે પણ ઝઘડો કર્યો હતો . પરંતુ હુમલખોરોનું ટોળું વધારે હોય અઝહર તેની જાણ બચાવવા કાફે તરફ દોડ્યો હતો .ત્યારે તેનો પીછો કરીને વસીમ ગેંગસ્ટરે એના પેટમાં ચાકુ હુલાવી દીધી હતું. જેથી અઝહરને ગંભીર હાલતમાં પહેલા સયાજી હોસ્પિટલ તથા ત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ દ્વારા 11 હુમલાખોર સમીર પઠાણ, નદીમ પઠાણ, અનુરાગ મિશ્રા, વસીમ પઠાણ, એજાઝ શેખ, સરતાઝ પઠાણ, આફતાબખાન પઠાણ હુસેનખાન પઠાણ, ઔવેશખાન પઠાણ સહિત અન્ય બે જણા વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
