SURAT

‘મારી પત્ની સાથે આડો સંબંધ કેમ રાખે છે’ કહી ઓટૉ એડવાઈઝરને ઉઠાવી જઈ માર માર્યો

(SURAT) શહેરના મોટા વરાછા (VARACHHA) ખાતે રહેતા ઓટો એડવાયઝરની ઓફિસ (OFFICE)માં બે યુવકોએ આવીને ‘મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે’ કહી માર માર્યો હતો. બાદમાં અપહરણ (KIDNAPPED) કરી ઉંભેળ ગામમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈ માર મારી રસ્તાની વચ્ચે મુકી ફરાર થઇ ગયા હતા. અને પોલીસ (POLICE)ને જાણ કરી તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે ઓટો એડવાયઝરે અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

મોટા વરાછા ખાતે અનુષ્ઠાન રેસિડેન્સી (RESIDENCY)માં રહેતા 30 વર્ષીય ઘનશ્યામભાઇ પરશોતમભાઇ શીંગાળા ઓટો એડવાઇઝર અને ઇન્સ્યોરન્સ કમિશન એજન્ટ છે. તેઓ મુળ ભાવનગર જિલ્લામાં પાલીતાણા ગામના વતની છે. ઘનશ્યામભાઈ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે સીમાડા નાકા ખાતે વેસ્ટર્ન પ્લાઝામાં તેમની ઓફિસમાં બેઠા હતા. ત્યારે રોહિત પરમાર (રહે-કતારગામ) તથા રાહુલ નામનો વ્યક્તિ ઓફિસમાં ધસી આવ્યા હતા. દરમિયાન રોહિત નામના ઇસમે ઘનશ્યામભાઈને ‘મારી પત્ની સાથે તારે શું આડા સબંધ છે’ તેમ કહી એક થપ્પડ (SLAPPED) મારી હતી. ઓફિસમાં મુકેલી લાકડીથી અને બેલ્ટથી માર મારી ચપ્પુ (KNIFE) બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં તેમની કારમાં અપહરણ કરી ઉંભેળ ગામ, હનુમાનજીના મંદિર નજીક અંદરની બાજુએ ખુલ્લા ખેતરમાં લઈ ગયા હતા. રોહિતે લાકડાના ફટકાથી તથા રાહુલે બેલ્ટથી માર મારી ઘનશ્યામભાઈને ડાબા હાથે, કાંડા પાસે તેમજ જમણા પગે ઘૂંટણ પાસે ફેક્ચર (FRACTURE) કર્યું હતું. અને ફરાર થઇ ગયા હતા. જો કે ઓટો એડવાયઝરે અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ઘનસ્યામભાઈના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ પોતાની મોટર સાયકલ પર આવ્યા હતા. અને ઘનશ્યામભાઈને તેમની ફોરવ્હિલ જાતે ચલાવી સીમાડા ચેક પોસ્ટ આગળના ચાર રસ્તા પાસે પાછળ આવવા જણાવ્યું હતું. ત્યાં આગળ આવી બન્ને આરોપીઓએ ‘આ અંગે પોલીસને વાત કરશે તો જીવતો નહી છોડીશ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ઘનસ્યામ ભાઈ દ્વારા અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં હાલ અમરોલી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top