ડભોઈ નર્મદા નિગમ ના અધિકારી ઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી જવા રાજી નથી. જેને લઇ બોરીયાદ કેનાલના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેતીને નુકશાન થયાની શાહી સુકાઈ નથી, ત્યાં ડભોઈ તાલુકાના છત્રાલ ખાતે કારવણ ડિસ્ટ્રીકટ કેનાલ વારંવાર ઓવરફલો થતા ખેતરોમા પાણી ભરાવાને લઇ ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ગયા છે. નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાંય કાયમી નિકાલ ન થતા ધરતીપુત્રોમા નારાજગી જોવા મળે છે.
ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓ જાણે આંખે પાટા બાંધી વહીવટ કરતા જોઈ શકાય છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે. પરંતુ અધિકારીઓ પોતાની ઓફિસ છોડી જવા તૈયાર ન હોવાને કારણે ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવે છે . ત્યારે નર્મદા નિગમ નો વહીવટ ખાડે ગયો હોય એમ હાલ લાગી રહ્યુ છે . આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ જો સમયસર કાર્યવાહી નહી થાય તો છત્રાલ ના ખેડૂતો નર્મદા નિગમનો ધેરાવો કરશે એમ હાલ તબક્કે લાગી રહ્યુ છે
