કંગના રાનાઉત ( KANGANA RANAUT) આ દિવસોમાં ખેડૂત આંદોલન અંગે એક ટ્વીટ સાથે ચર્ચામાં છે. અમેરિકન પોપ સિંગર રિહાના ( POP SINGER RIHANNA) એ ખેડૂત આંદોલન અંગે ટ્વિટ (TWITT) કર્યા પછી તે સતત તેને નિશાન બનાવી રહી છે. હવે કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે વિદેશી શક્તિઓ ભારતને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
કંગનાએ એક ટીવી ચેનલનો ઇન્ટરવ્યૂ આપ્યો છે.જેનો વીડિયો તેણે તેના ટ્વિટર પર શેર કર્યો છે.આ સાથે તેણે #ConspiracyAgainstIndia નો ઉપયોગ કર્યો. કંગના કહે છે કે આ ભારતને તોડવાનું કાવતરું છે. જે દિવસથી આ આંદોલન શરૂ થયું છે, ત્યારથી હું કહી રહી છું કે તેઓ ખેડૂત નથી. આ એક કાવતરું છે. મારી પાસે 6 થી 7 બ્રાન્ડ્સ ( BRANDS) હતી, ત્રણથી ચાર હું એંડોર્સ કરી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે ખેડૂતોને આતંકવાદી ના કહેશો. મેં છેલ્લા એક મહિનામાં લગભગ 12-15 કરોડના બ્રાન્ડ ગુમાવ્યા છે. ફિલ્મી ઉધોગે મને બાયકોટ કરી છે. 25-30 કેસ છે. દરરોજ નવા કેસો દાખલ થાય છે. સમન દરરોજ આવે છે.
કંગનાએ પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ વિશે જણાવ્યું હતું કે તેમણે એક દસ્તાવેજ જાહેર કર્યો છે જેમાં કહ્યું છે કે સંપૂર્ણ રાજકીય ન્યાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે. આ તમામ આતંકવાદી પ્રવૃત્તિ સપ્ટેમ્બરથી ઓક્ટોબરથી આ ગતિવિધિ ચાલુ છે.
કંગનાએ રિહાના વિશે વધુમાં જણાવ્યું છે કે ‘રિહાનાએ સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન એક પણ વાત નહોતી કરી. તે બાર્બાડોસની છે પણ તે અમેરિકન પોપ સ્ટાર છે. જ્યારે અમેરિકાના આતંકીઓએ તેના ઉપર હુમલો કર્યો ત્યારે તેણે કંઈ પણ કહ્યું નહીં. અચાનક એક દિવસ તે જાગી ગઈ અને કહે છે કે ખેડુતો વિશે વાત કરીએ.
કંગના કહે છે કે ‘તેણી (રિહાના) એ એક ટ્વીટ માટે ઓછામાં ઓછું 100 કરોડ વસૂલ્યા હોવા જોઈએ. આ પૈસા ક્યાંથી આવે છે? ગ્રેટા જે એક બાળકી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પપ્પુનો પણ અહીં ઉપયોગ થાય છે.