વડોદરા: રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નામે બોગસ એકાઉન્ટ સોશિયલ મીડીયા ઉપર બનાવીને ગઠીયાઓએ 10 હજાર રૂપિયાનો ચૂનો લગાવતા ખળભળાટ મચી ગયો હતો.
દેશના નેતાઓ જ જ્યાં સુરક્ષિત અને સલામત નથી ત્યા પ્રજાજનોનું તો પુછવું જ શું રહ્યુ ? એવાે ચકચારી બનાવ બન્યો હતો. કેટલાક ભેજાબાજની સક્રિય થયેલી ઠગ ટોળકીએ રાજ્યના સ્પીકર રાજેન્દ્ર િત્રવેદીના નામે સોશિયલ મીડીયા પર બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નામે ઠગટોળકીએ કારસો રચ્યો હતો અને એક કામ છે તેવો મેસેજ આવતાે હતો. કુતુહલવશ માોબાઇલ ધારકો રાજ્યના અધ્યક્ષ રાજેન્દ્ર િત્રવેદીનો મેસેજ વાચતા જ નાણાંની માગણી કરીને ગઠીયાઓ ઓનલાઇન એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરવા નંબર મોકલતા હતા.
બોગસ ઇસમો સેવાકીય પ્રવૃત્તિઓના નામે નાણાં પડાવતા સમગ્ર મામલો સપાટી પર આવતા ચૂંટણી ટાણે જ રાજકીય મોરચો ગરમાયો હતો. ભૂતકાળમાં કોંગી નેતાઓના નામે પણ ભેજાબાજોએ બોગેસ એકાઉન્ટ બનાવી નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો.
ઠગ ટોળકીને ચોક્સ ખબર છે કે હકીકતમાં રાજેન્દ્ર િત્રવેદી ફ્રેમ કલબ ચાલુ છે તેથી જ તેજ નામે કૌભાંડ આચરતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ટેકનિકલ ઓર્ચિસના આધારે ઉચ્ચ અધિકારીઓ પોલીસ તંત્રને તાકીદ કરીને હરકતોનો પર્દાફાશ કરવા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.