વર્ષોથી હિન્દુ પંચાંગ વગર માત્ર 14 જાન્યુઆરીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં આજુબાજુ અને દૂરનાં નાગરિકો આ મેળામાં ઉમટી પડે છે.જેને આદિવાસીઓ જાત્રા તરીકે જ ઉચ્ચારે છે. તો ચૌધરીમાં બોલે તો જાત્રામાં જાણે કા? ફિરી આવો કા? મેળાની ખાસિયત એ છે કે, એક અઠવાડિયા પહેલાં તૈયારી શરૂ થાય છે. ઉનાઈમાં બજાર હોવાના કારણે સાથે મંદિર છે. માટે કાયમી નાગરિકો આવતાં હોય છે. તેના કરતાં વિશેષ આ દિવસોમાં લોકો જોવા મળે છે.રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ અને ઘર સુશોભનની વસ્તુ આ સમયે અવનવી જોવા મળે છે.જાત્રામાં વધુ ભીડ કિશોર અને યુવક-યુવતીઓથી જોવા મળે છે.હાલની પરિસ્થિતિ જોતાં પૂર્વ કરતાં થોડી ઠીક જાત્રા હોય છે.
અનેક કારણોમાંથી આ એક કારણ ખાસ જગ્યાનો અભાવ છે. ખુલ્લા મેદાનમાં સારી જગ્યા હતી.બીજી ખુલ્લી જગ્યા હતી ત્યાં આજે ઊંચી ઇમારતો તાણી બાંધી છે.જે જાત્રાનું આયોજન અને નાગરિકોને હાલાકી વેઠવી પડે છે.ખુલ્લી જગ્યા હતી ત્યાં ગ્રામ પંચાયત હેઠળ મકાન બંધાયાં છે કે સ્થાનિક વહીવટનાં આગેવાનોનાં મેળાપીપણાથી તે એક તપાસનો વિષય છે. એક સમયે વઘઈ ડાંગનાં નાગરિકો સવારે આવતી બાબા ગાડીમાં જાત્રા કરવા આવતાં, જે હાલમાં નહિવત્ છે. જાત્રામાં નાગરિકો ઘટવાનું કારણ કામનું ભારણ હોઈ શકે. આખી રાત્રી ભરાતો આ જાત્રા હવે માંડ રાત્રીના 11.30 વાગ્યામાં પોલીસ દુકાન બંધ કરાવે છે. આદિવાસી વિસ્તારમાં મોટા દંગા હુલ્લડ નથી.તંત્રે લોકો વધુ સમય આપવો જોઈએ. આખા વર્ષમાં જે ઉનાઈ બજાર ભાવ હોય તેના કરતાં સોંઘું હોય છે. ધીમે ધીમે આ વિષયમાં ઘણો તફાવત જોવા મળે છે.
તાપી – હરીશ ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે