વડોદરાના પ્રિન્સ પંચાલે રીમોટ થી ઉડતી પતંગ બનાવી :
12 વોલ્ટની બેટરી થી દસ મિનિટ સુધી ઉડશે આ ખાસ પતંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા શહેરમાં હવે દોરી વગરની પતંગ પણ ઉડશે. પવન નહીં હોય તો પણ વડોદરાનો એક યુવાન આ પતંગને ઉડાવશે. વડોદરાના પ્રિન્સ પંચાલે પતંગના દોરાથી લોકોના ગળા કપાવવા અને પક્ષીઓ ગવાતા હોવાના બનાવોને ડામવા માટે ખાસ પ્રકારની રીમોટ કંટ્રોલથી ઉડે તેવી પતંગ બનાવી છે.

ધોરણ નવ પાસ થયેલા વડોદરાના યુવક પ્રિન્સ પંચાલે એરોનોટિકલ ક્ષેત્રમાં આગળ વધવા અનેક પ્રકારના વિમાન પણ બનાવ્યા છે. હાલ ઉતરાયણનો પર્વ હોય ત્યારે, પતંગના દોરાથી અકસ્માતો થતા હોય છે અને અબોલ પક્ષીઓ ઘવાતા હોય તેમજ મોત થતા હોય છે. ત્યારે આવા બનાવોને ડામવા માટે પ્રિન્સ પંચાલે ખાસ પ્રકારના કાગળ માંથી રિમોટ કંટ્રોલ વાળી પતંગ બનાવી છે. આ પતંગની ખાસિયત એ છે કે, પવન ના હોય અથવા તો ભારે પવન હોય તો પણ આ પતંગ ઉડશે. અને આ પતંગ બનાવવા માટે સામાન્ય ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.


વડોદરા શહેરનો યુવાન પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે, જે મને આઈડિયા આવ્યો કે આપણે સામાન્ય પતંગો ચકાવીએ છીએ, તો જે કપાઈને પતંગો જતી રહે છે. આપણે તે વખતે દોરો લપેટવામાં કંજુસાઈ આળસ કરીએ છે. ટૂંકમાં એ દોરો તોડી નાખીએ છે. ત્યારે આ દોરો એવી રીતે જ એની જગ્યા પર પડી રહેતો હોય છે. આ દરમિયાન પક્ષી હવામાં ઉડીને જાય છે. ત્યારે બાઈક ઉપર પણ આપણે ગમે ત્યારે જતા હોઈએ ત્યારે આવા દોરાઓથી આપણને ઈજા થઈ શકે છે. પક્ષીઓની પણ પાંખો કપાતી હોય છે તો આ ઘટનાઓને વિચારીને મેં આ વર્ષે કંઈક નવું કરવાનો વિચાર કર્યો. જેથી કરીને મેં પતંગ ટાઈપની એક ડિઝાઇન કરીને રિમોટ કંટ્રોલથી આ પતંગ ઉડી શકે તે પ્રકારની પતંગ બનાવી છે. ભારે પવનમાં પણ અને પવન ન હોય ત્યારે પણ આ પતંગ ઉડાવી શકાય છે. ત્યારે પ્રિન્સ પંચાલે લોકોને સંદેશો આપતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે લોકો પતંગ ચગાવે છે અને કપાઈ જાય છે. ત્યારે પતંગનો દોરો છે તેને લપેટી લો જેથી કરીને કોઈના ગળા ના કપાય અને નિર્દોષ પક્ષીઓની પાંખો ના કપાય. વધુમાં પ્રિન્સે જણાવ્યું હતું કે તમે પણ તમારી જાતે આવી પતંગ બનાવી શકો છો આની સમગ્ર માહિતી હું ટૂંક સમયમાં youtube ઉપર મૂકવાનો છું. જેથી કરીને તમે પણ ઘરે બેસીને બનાવી શકો. આની પાછળ બનાવવામાં મારે કાગળની જગ્યા પર નાયલોન ફેબ્રિક જે એકદમ મજબૂત હોય છે અને કાર્બન ફાઇબર યુઝ કરવામાં આવ્યું છે. લીપો બેટરી અને મોડરેરાઈસ થી આ બધી વસ્તુ કંટ્રોલ થઈ રહી છે. જે મોટરમાં આગળ પંખો છે તે તેને હવામાં લિપ કરશે અને પાછળ જે છે જેને લેફ્ટ રાઈટ અને ઉપર નીચે લઈ જવામાં મદદ કરશે. અને બીજું જે છે આ બધી વસ્તુઓ કંટ્રોલ કરવા માટે રીમોટ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આને પાવર આપવા માટે 12 વોલ્ટની મીની બેટરી નો ઉપયોગ કર્યો છે. જે એનો પ્લાન્ટ ટાઈમ 10 મિનિટની આસપાસ હોય છે.