મકરસંક્રાતિ બાળકો, યુવાનો, આધેડ, વયસ્કો, સ્ત્રી-પુરુષો સૌનો આનંદદાયક ઉત્સવ, ક્યારેક 15મી જાન્યુઆરીએ પણ આવે. આમ પણ વાસી સંક્રાંત તો ઉજવાય જ છે. ગળાની સલામતી જાળવવાના દિવસો આવી રહ્યા છે. પ્રતિવર્ષ અનેકનાં ગળાં કપાય. તેમાંય ચાઈનીઝ દોરી વધુ ખતરનાક. હવે દ્વિચક્રી સ્કૂટરો પર સળિયા જોવા મળે છે. પરંતુ ઘટના કોઈ પણ રીતે બને. કાચથી ઘસાવેલ માંજો જીવલેણ પણ બની શકે. જાહેરનામાની અસર જોઈએ એટલી દેખાતી નથી. ગત વર્ષે એક વિવાહિત દંપતીનું દૃશ્ય હાઈકુ યાદ આવ્યું. ‘‘પતંગ સાથે ગગન ખેંચી લાઈ હા, કહે જો તું’’ અન્ય એકાગ્રતા અકસ્માત સર્જે. ગળું પણ કાપે. યાદ કરીએ સલામતીને કૉનેલી લખે છે’’જીવનની પ્રત્યેક ક્ષણ, મૃત્યુની અંતિમ મંઝિલ તરફ એક આગેકદમ છે.’’ગફલત કરીએ નહિ.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આવું શા માટે?
લગ્નની કંકોત્રી તો આપણને અવારનવાર મળતી જ હોય છે અને કંકોત્રી દ્વારા મળતા આમંત્રણ પણ આપણને મળતા જ હોય છે પરંતુ જો તમે માર્ક કર્યું હોય તો અમુક કંકોત્રીમાં લખ્યું હોય છે કે નો બુકે, નો ગીફટ, ઓન્લી બ્લેસીંગ્સ. આમાં આવુ લખવામાં વાંધો કાંઇ જ નથી પરંતુ સમારંભમાં આવનાર મહેમાનોને કયાંક અજુગતુ થયાનો ભાવ જાગે છે ખાલી હાથે આવવાનું અને તે પણ આવા મોટા સમારંભોમાં આ ખટકતું હોય છે અને આટલુ પૂરતું નથી હોતુ મોટા માણસોના કે જેઓ સાધન સંપન્ન હોય છે એ આવુ પગલુ ભરે છે અને એમને જોઇને નાના એટલે કે આર્થિક રીતે ઉણા ઉતરતા લોકો પણ અનુકરણ કરતા થઇ ગયા છે. મારું તો આ બાબતે એટલું જ કહેવું છે કે તમારા પ્રસંગમાં વહેવાર લેવાનું રાખો. જોઇએ તો તમે એ પૈસાનું દાન કરી દો કે કોઇ સંસ્થાને ભેટ રૂપે આપી દો. આના લીધે તમારા પ્રસંગમાં આવનાર આમંત્રિતોને પણ કાંઇક આપ્યાનો સંતોષ થશે. તમારે ત્યાં ખાલી હાથે આવ્યા છે એવું લાગશે નહીં. આ માટે વિચારવા જેવું ખરૂં.
સુરત – શલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.