

ડભોઇ તાલુકાના ચાંદોદ માંડવા પાસે આવેલ કથાકાર શાસ્ત્રી નયનભાઈ જોશીના પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં યુવા તેમજ ખ્યાતનામ કથાકાર જીગ્નેશ દાદાએ આશીર્વાદ વચન આપી ગૌમાતાના, માં નર્મદા માતાના પૂજન સાથે પૌરાણિક શ્રી રણછોડરાય મંદિરે દર્શન કર્યા હતા.
પુત્રદા એકાદશીના પવન દિવસે ડભોઇ તાલુકાના ચાંદોદ માંડવા પાસે આવેલ પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કથાકાર જીગ્નેશદાદા એ આશીર્વચન આપ્યા સાથે 12 કથાકર જેટલા ભાગવત કથાકાર,ભૂદેવોનું સન્માન કર્યું. શાસ્ત્રી નયનભાઈ જોશી એ પૂજ્ય જીગ્નેશ દાદાને નર્મદા જળ કળશ, પુષ્પગુચ્છ તેમજ શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા જીગ્નેશ દાદા એ જણાવ્યું હતું કે ઘણા સમયથી નર્મદા કિનારે આવવાની ઇચ્છા હતી એ નયનભાઈ શાસ્ત્રીએ મને આમંત્રણ પાઠવી પૂર્ણ કરી હતી. અને જીજ્ઞેશદાદાએ ગૌ પૂજન કરી શાસ્ત્રી નયન ભાઈ જોષી ના પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ માં બનાવેલ એકલિંજી મહાદેવ મંદિર, ગૌ શાળા,યજ્ઞ શાળા,અન્નપૂર્ણા ભોજનાલય,વિનુબા સત્સંગ હોલ, યોગેન્દ્ર ભવન પુસ્તકાલય સહિતની મુલાકાત લીધી હતી ત્યારબાદ ચાંદોદ માં જીગ્નેશ દાદા એ શ્રી પૌરાણિક રણછોડજી મંદિરે પૂજન કરી ચાંદોદ નગરજનોને ” રાધે રાધે ” કહ્યા હતા.આ પ્રસંગે ચનવાળા આશ્રમના માનસરોવર સ્વામીજી,શાસ્ત્રી ચંદ્રકાન્ત ગુરુજી,કનુભાઈ પુરોહિત,રજનીભાઈ પંડ્યા સહિત વૈષ્ણવો અને ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કથાકાર જીગ્નેશ દાદાનું સન્માન કર્યું હતું.
