તા. ૧૦-૧-૩૩ ના રોજ સુરત મુકામે એક માધ્યમ વર્ગ ના પારસી પરિવારમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. કેરસાસ્પ જહાનબક્ષ શેઠના. એક ખૂબ તોફાની પણ તેજસ્વી બાળક, માતાની કડક શિષ્ટતામાં ઉછેર થયો. ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં માં સરસ્વતીએ એક અજબ પ્રાવીણ્ય આપેલું. નાની વયેથી જ એક સંમેલન ને અસરકારક રીતે સંબોધન કરી શકતા. સુરતની સર જે.જે. સ્કૂલ માં શિક્ષણ મેળવી, સર કે.પી. કોમર્સ કોલેજ સુરત માંથી બી.કોમ તથા એમ.કોમ. કરી, વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતમાંથી એલએલબી તથા એલએલએમ સંપન્ન કર્યું. વર્ષ ૧૯૫૩માં અમદાવાદ મુકામે અંગ્રેજીમાં આયોજિત મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધામાં, અને, વર્ષ ૧૯૫૫માં પણ અમદાવાદ ખાતે ગુજરાતીમાં આયોજિત મહાદેવભાઈ દેસાઈ વકતૃત્વ સ્પર્ધામાં, બન્નેમાં સ્વર્ણ પદક જીત્યા. નાની વયેથી જ પોતાની પ્રતિભાની એક ઝલક આપેલી.
૩૦ વર્ષની વયના હતા જ્યારે પિતાનું અવસાન થવાથી માતા અને નાના ભાઈ બહેનની જવાબદારી ખુદ પર આવી. પિતા રેલવેમાં ગાર્ડ હતા. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. ખંતીલા હોવાથી સ્કૂલ માં હતા ત્યારથીજ કુટુંબ ને મદદ કરવા કપડાની થેલીઓ વેચતા. ત્યારબાદ ટિકિટ કલેકટર (સબસ્ટિટ્યૂટ) તરીકે સુરત રેલવે સ્ટેશન પર નોકરી કરી ત્યારબાદ ટૂંક સમય માટે M/s ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડમાં કામ કરી, એક ક્લર્ક તરીકે એક ફાઉન્ડરી તથા કન્સ્ટ્રકશન ફર્મમાં કામ કરી, એક લિમિટેડ કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કર્યું જેથી પોતાના પરિવારને મદદ થઈ શકે.
૧૯૬૦માં વકીલ બન્યા. વિધિનું વિધાન ગુજરાત રાજ્યના એક દિગ્ગજ વકીલ થવાનું લખાયુ હતું. તે સમયના સુરતના નામાંકિત વકીલ ધનજીશા જાફરાબાદવાલા ને ત્યાં વકીલાત શરૂ કરી. ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં એટલે હાઈકોર્ટના કેસ ચલાવવા અમદાવાદ આવવાનું થતું.
પ્રતિભા પર તે સમયના હાઈકોર્ટના પ્રખ્યાત વકીલ શ્રી ડી કે શાહ સાહેબ ની નજર પડી. તેમના નિમંત્રણ પર ૧૯૬૩માં તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાતી તથા અંગ્રેજી વકતૃત્વમાં પ્રાવીણ્ય. મૈત્રીપૂર્ણ સ્વભાવ, માનવતા ભર્યું હૃદય. તીક્ષ્ણ મગજ, પરિશ્રમી જીવ. અને ખૂબ વાંચનનો શોખ હોવાથી ટૂંક સમયમાં વકીલાત જામી ફોજદારી કાયદાના નિષ્ણાત ગણાવવા લાગ્યા. ગુજરાત રાજ્યના વકીલ સમુદાયમાં લોકપ્રિયતા સાબિત થઈ જ્યારે ૧૯૬૪માં ગુજરાત બાર કાઉન્સિલનું પ્રથમ ચુનાવ જીત્યા. દર પાંચ વર્ષે થનાર આ ચુનાવમાં તેઓ કદી પરાજિત થયા નહીં અને સદંતર ૫૩ વર્ષ સુધી એટલે કે ૨૦૧૭ સુધી ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય રહ્યા.
સમગ્ર ભારતના તમામ રાજ્યોની બાર કાઉન્સિલમાં આ એક અપ્રતિમ રેકોર્ડ છે. તે દરમ્યાન ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન, એક્સએક્યુટિવે ચેરમેન, વાઇસ ચેરમેન તથા બાર કાઉન્સિલ ઓફ ઇંડિયા ના મેમ્બર તરીકે ફરજ બજાવી. સતત ૧૨ વર્ષ સુધી ગુજરાત બાર કાઉન્સિલ નું પ્રતિનિધિત્વ દિલ્હી માં બાર કાઉન્સિલ ઓફ ઇંડિયા માં કરી, વકીલોમાં ખૂબ લોકપ્રિય હોવાથી ગુજરાત હાઇકોર્ટ વકીલોના એસોસિએશનના પ્રમુખ તરીકે પણ લગભગ ૧૫ સત્ર પદની ગરિમા વધારી.
પારસી સમાજના આગેવાન તરીકે અમદાવાદ પારસી પંચાયત ના પ્રમુખ તરીકે ૧૯૯૩-૨000 અને ૨૦૦૭-૨૦૧૨ દરમ્યાન હોદ્દો સંભાળ્યો. ઉછેર થતા કપરી આર્થિક પરિસ્થિતિઓ જોયેલ એટલે એક જરૂરતમંદની તકલીફ હંમેશા સમજી લેતા. હોદા પરથી જેટલી મદદ થતી એટલી તો કરતાજ, પણ વ્યક્તિગત રીતે પણ મદદ કરતા. નામ અને પ્રસિદ્ધિ મેળવ્યા બાદ ભી સુરત સાથેનું જોડાણ જાળવી રાખ્યું.
સુરતથી કોઈ પણ વકીલ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટ માં વકીલાત શરૂ કરવાનું વિચારતો તો એને સલાહ અપાતી કે પહેલા શેઠના સાહેબને જઈને મળ. નામના થવાથી ફક્ત સુરત જ નહીં. બીજા ઠેકાણાઓથી પણ હાઇકોર્ટમાં આવવા માંગતા વકીલો તેમને આવીને મળતા અને એજ દરિયાદિલીથી તેઓ તેમને પોતાની સંભાળ માં રાખતા. ઈશ્વર ખુદા પાક પરવરદિગાર માં અતૂટ શ્રદ્ધા રાખનાર, તેમના ઘર/ઓફિસે આ લખાણ અચૂક જોવા મળતું. ‘તેનો હુકમ બજા લાવજે. તેના ઉપર હુકમ કરતો ના; ઉમેદ જો તારા હકમાં ના હોય તો ખોદા સાથે નાઉમેદ થતો ના’.
સુરતના પારસી તથા વકીલ સમુદાયે વાર તહેવારે સુરતના આ પુત્રનું સન્માન હંમેશા કર્યું. ૧૯૮૦માં સુરત પશ્ચિમ વિધાનસભામાંથી તેઓએ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી. પરંતુ ૩૬૧૬ મતોના તફાવતથી બીજા સ્થાને આવ્યા. નાની બહેન અને માતા ભાવનગરી મોહલ્લા, રાણી તળાવમાં રહેવાથી, સુરત અવાર નવાર આવતા જતા. રાત્રે જમીને હોપ પુલ પર ચાલવા જવાનું એક રોજની ક્રિયા હતી.
સુરત આવતા ત્યારે નવસારી અને ઉદવાડાના આતશ બહેરામ (પારસી ધર્મ મંદીર)માં અચૂક પગે પડવા જતા આજે લગભગ પોણા ચાર વર્ષ થયા એમને દેહ ત્યાગ કર્યો. પરંતુ આજે પણ કોઈક એમના માટે એવી કઈક મજાની વાત કહી જાય છે. જે એમના પરોકપારી મદદરૂપ અને દયાળુ સ્વભાવની ઝલક આપે છે.
૨૦૧૧ માં નવોદિત વકીલો માટે બાર કાઉન્સિલની પ્રથમ AIBE (ઓલ ઇંડિયા બાર એક્ઝામિનેશન) પરીક્ષા હતી. વાંચન સામગ્રી નહતી. ૭૮ ની વયે મુરબ્બીએ ફોજદારી કાયદા પર હાથે લખીને નોટ્સ તૈયાર કરી અને દરેક તાલુકા જિલ્લામાં ઉપલબ્ધ કરાવી આજે પણ તે લખાણ વકીલોને ખૂબ કામમાં આવે છે. ૮૮ વર્ષના સમૃદ્ધ જીવન બાદ જ્યારે ૧૭ એપ્રિલ. ૨૦૨૧ના રોજ તેમની ચીરવિદાય ના સમાચાર આવ્યા, ત્યારે વદા પ્રધાન મોદી સાહેબે તેમના શોકાત્મક ટ્વીટમાં કાયદા ક્ષેત્રે તથા સમાજના ઉદ્ધાર માટેના તેમના યોગદાનને બિરદાવ્યું. આજે એમને યાદ કરવાથી એક દિલથી સ્મિત નીકળે છે અને એક સમૃદ્ધ જીવન જીવવાની પ્રેરણા મળે. તાપી માતાના પુત્ર ને નમન.
– હોર્મઝ બેહરામ શેઠના