ફલેટોની કિંમત ઘટે તેવા સરકાર પગલા લઈ રહી છે, મળતી જાણકારી મુજબ , રાજય સરકાર હવે સહકારી હાઉસિંગ સોસાયટીના નિયમોમાં ધરખમ ફેરફાર લાવી રહી છે.ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે નિયમોમાં અનેક ફેરફારો કરી રહી છે. અગાઉ આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી, સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબ રાખવા ફેરફાર કર્યા હતા. હવે ફ્લેટ વેચાય અને નવા મેમ્બર રહેવા આવે તો તેમની પાસેથી મન ફાવે તેમ રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાનો હેતુ સાથે રાજય સરકાર ફેરફાર લાવી રહયુ છે.
હાઉસિંગ સોસાયટીઓ ઘણી વખત મકાન ખરીદનારાઓ પાસેથી બહુ તગડી ટ્રાન્સફર ફી વસુલે છે જેના કારણે ઘર ખરીદનારને મોટો ફટકો પડે છે. ફ્લેટની માલિકી બદલાતા નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂા. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. હાલમા ડેવલપમેન્ટ ફીને નામે રૂપિયા 1 લાખથી માંડીને 15 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.
આગામી એકાદ સપ્તાહમાં રાજય સરકાર દ્વારા આ નવા નિયમો દાખળ કરાય તેવી સંભાવના છે. નવા નિયમ આવી ગયા પછી ડેવલપમેન્ટ ફી પેટે મોટી રકમ લેવાનો આગ્રહ રાખનારા સોસાયટીના હોદ્દેદારોને હોદા પરથી દૂર કરવાનો અને તેમને છ વર્ષ સુધી છ વર્ષ માટે હોદ્દાથી દૂર કરી દેવામાં આવશે, એટલું જ નહીં સોસાયટીના આખા બોર્ડને પણ દૂર કરી દેવામાં આવે તેવી જોગવાઈ નિયમોમાં દાખલ કરવામાં આવી રહી છે.