વર્તમાન સરકારી કાયદા મુજબ હવે પિતાની મિલકતમાં પુત્રીનો પણ હિસ્સો હોય કાયદો સરાહનીય ગણાય અને છે જ. પરંતુ ક્યારેક બહેન-દીકરીઓ એનો દુરુપયોગ પણ કરતી જણાય છે. અખબારી આલમમાં ઘણી ચેતવણી રૂપી નોટિસ દ્વારા બહેનો મિલકતનો સ્થગિત કરવાની માહિતી આપતી હોય છે. બહેનોને પરણવાનો ખર્ચ, પ્રથમ પ્રસૂતિનો ખર્ચ, વાહ-તહેવારે અપાતી ભેટ, મોસાળ દ્વારા અપાતું મામેરૂ, કરિયાવર વિ. અનેક ખર્ચ પિયરીયા દ્વારા કરાતો હોય છે. માતા-પિતાની મિલકતાં હક હોય તો એમની વૃધ્ધવસ્થા દરમિયાન સેવા-ચાકરીની ફરજ પણ બજાવવી જ જોઇએ, શું એ ફક્તને ફક્ત ભાઇ ભાભીની જ ફરજ ગણાય.
ઘણી બહેનો માતાનો મૃત્યુ બાદ બારમાં-તેરમાની વિધિ પછી દાગીના પર વણ હક કરી લઇ જતી હોય છે. અપવાદ સર્વત્ર હોય અને હશે જ પણ પિતા કે ભાઇ સ્વૈચ્છિક લગ્ન બાદ આપે તે સહર્ષ સ્વીકારવું રહ્યું. ભાઇને ન્યાયાલયના દરવાજા ન દેખાડાય! બહેનોને સ્નેહ નિવ્યાજ અને આજીવન હેતાળ હોવો જોઇએ. મિલકત માટે સંબંધોમાં તિરાડ ન જ પડાય. ઘણી બહેનો સ્વૈચ્છિક સહીકરી મિલકતમાંથી ભાગ નથી જ માગતી. જ્યારે ઘણી બહેનો લાઇટ બીટ, વેરાબીલ કે સીટી સર્વેમાં લેખિત નોટિસ પણ આપી જાણે છે. હક બધો ફરજ કોઇ નહી. માતા-પિતાની સેવા કરવાના સમયે સાસરિયાનું બહાનુ કાઢી ફરજ ચૂકી જાય છે. કાયદાનો ગેરવ્યાજબી ઉપયોગ ન જ કરાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્રદ્ધા હોય તો સમર્પણ થાય
કોઈપણ વાહનમાં બેઠેલ વ્યક્તિ જેમ વાહનચાલક ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી મુક્ત મને મુસાફરીનો આનંદ લઈ શકે છે, તે જ પ્રમાણે મનુષ્ય તેની જીવનરુપી યાત્રામાં જો સ્વયંના સર્જનહાર ઉપર 100% શ્રદ્ધા રાખી પ્રત્યેક કાર્ય સમર્પિત ભાવે કરે, તો તે મનુષ્યના યોગક્ષેમની જવાબદારી પ્રભુ સ્વયં લઈ લેતા હોય છે!
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.