Entertainment

કંગનાનો વધુ એક પંગો,આ ક્રિકેટર સાથે થઈ બબાલ

કંગના રાનાઉત ( kangna ranaut) તેના વિવાદો માટે જાણીતી છે. કંગના કોઈપણ બાબતે, કોઈની પણ સાથે દલીલ કરી શકે છે અને કોઈ પણ બાબતે પોતાની પ્રતિક્રિયા આપ્યા વગર રહી શકતી નથી. હોલીવુડની ગાયિકા રીહાના (rihanna) એ ખેડૂત આંદોલન (farmer protest) પર ટ્વિટ કર્યા બાદ કંગના રાનાઉત ખૂબ નારાજ થઈ ગઈ હતી. તેણે અમેરિકન સિંગર સાથે ટ્વીટ કરીને વાત કરી હતી અને હવે તે બીજાને પણ જવાબ આપવામાં વ્યસ્ત છે.

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા (cricketer rohit sharma) એ ભારતની એકતા અંગે ટ્વિટ ( twitt) કર્યું હતું, ત્યારબાદ કંગના રાનાઉતે તેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે અને ક્રિકેટરોને ધોબીના કુતરા ગણાવ્યા છે. રોહિતે ટિ્‌વટ કર્યું હતું કે, જ્યારે પણ આપણે સાથે ઉભા રહીએ છીએ અને સોલ્યુશન શોધવું એ સમયેની જરૂરિયાત બની ગઈ છે ત્યારે ભારત હંમેશા શક્તિશાળી રહ્યું છે. અમારા ખેડુતો આપણા દેશની સુખાકારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હું આશા રાખું છું કે આપણે સાથે મળીને જલ્દી સમાધાન શોધી કાઢીએ. #india togethet.”

આના પર કંગનાએ રોહિતને અપમાનજનક શબ્દોમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ખેડુતો આવા કાયદાની વિરુદ્ધ કેમ હશે, જે તેમના માટે ક્રાંતિકારી પગલા જેવું છે. આ આતંકવાદીઓ છે જેઓએ હંગામો મચાવ્યો છે. આમ બોલો, કે કેટલો ડર લાગે છે? જો કે હવે કંગનાએ આ ટ્વીટ ડિલીટ કરી દીધું છે.

હોલીવુડ સિંગર રીહાનાએ ટ્વિટર પર એક સમાચાર શેર કર્યા, જેમાં ખેડૂત આંદોલનથી પ્રભાવિત ઇન્ટરનેટ સેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિહાનાએ આ સમાચાર શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું – આપણે આ વિશે કેમ વાત નથી કરી રહ્યા. #FarmersProtest. રીહાનાના ટ્વીટનો જવાબ આપતાં કંગના રાનાઉતે લખ્યું હતું કે, “કોઈ આ વિશે વાત કરી રહ્યું નથી કારણ કે તેઓ આતંકવાદી છે, ખેડૂત નહીં, જે ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.” જેથી ચીન જેવા દેશો આપણા રાષ્ટ્રને કબજે કરે અને યુએસએ જેવી ચીની વસાહત રચે. તમે શાંત બેસો મુર્ખો. અમે તમારા જેવા મૂર્ખ લોકો નથી જે પોતાના દેશને વેચે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top