Gujarat

આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિતે જનજાગૃતિ અભિયાન

ahemdabad : સમગ્ર વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” ( world cancer day) તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મકક્મતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે ”હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ.”“વર્લ્ડ કેન્સર ડે”નીઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા (dr shashant pandya) એ કહ્યું હતુ કે,“જ્યારે ૪ ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તમામ કેન્સરગ્રસ્ત દર્દીઓએ જુસ્સા સાથે કેન્સર સામે મક્કમપણે લડત આપીને કેન્સરને મહાત આપવાની છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ. ”કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે.

મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાં ૨૫ થી ૩૦ ટકા રાજ્ય બહારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રએ એકજૂથ થઇને કેન્સરની જાગૃતિ માટે આગળ આવી કેન્સરગ્રસ્ત દર્દીઓની સચોટ સારવાર થઇ શકે તે માટેના સહિયારા પ્રયાસ કરવાના છે ત્યારે જ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક બનશે.

4 ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોને કેન્સરના જોખમ, લક્ષણો અને નિવારણ વિશેની માહિતી આપવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં 20 લાખથી વધુ લોકો કેન્સરની લડાઇ લડી રહ્યા છે. ભારતીય પુરુષોમાં તેનું જોખમ 9.81 ટકા છે. ત્યારે આ જીવલેણ રોગ સામે લડત ચલાવવા ભારત સરકાર છેલ્લા કેટલાય વર્ષો થી કાર્યરત છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top