હાલની પરિસ્થિતિમાં એક અલગ પ્રકારની માનસિકતા જોવા મળે છે. યેનકેન પ્રકારે અધધધ..પૈસા કમાવ. પૈસા માટે માનવવધ જેવાં અક્ષમ્ય કૃત્યો આચરનાર વધી ગયા છે. અપકૃત્ય કરી માનવજીવન સાથે ચેડાં કરી રહ્યા છે. પૈસા કમાવાની માનસિકતા વધી ગઈ છે. ડૉક્ટરો હવે મેદાને પડ્યાં છે. ડૉક્ટરોના ગોરખધંધા બહાર આવી રહ્યા છે. કોના પર વિશ્વાસ કરવો? આંખના ડૉકટર અને હવે હૃદયના ડૉકટર સાથે મિલીભગત કરનારનો રાફડો ફાટ્યો છે, ગંભીર બેદરકારી દાખવી આર્થિક લાભો મેળવી રહ્યા છે.
વર્ષ ૨૦૧૦માં સુરભિ કોટવાલ સંપાદિત પુસ્તક કલમનો ટંકાર વાંચતાં એક સત્ય ઘટના જાણવા મળી તે મુજબ: બિનજરૂરી બાયપાસ અને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી તો કરાય છે પણ સ્ટેન્ટ લોહીનું પરિભ્રમણ કરતી નસોમાં મૂકાય છે તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. મેઈડ ઈન યુ.એસ.એ.નું. લેબલ સ્ટેન્ટ લગાડી વિદેશી સ્ટેન્ટનો ભાવ પડાવાય છે. દેશનાં નાગરિકો જાગ્રત થાય એ જરૂરી છે. કોઈ પણ ભોગે પૈસા કમાવાની વૃત્તિ ધરાવનારને ખુલ્લાં કરવાં જોઈએ. સેવાભાવના અને સિદ્ધાંતથી ફરજ બજાવનાર અધિકારીઓ, ડૉકટરની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે પણ જરૂરી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.