ICCએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કર્યું. હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. 19 દિવસમાં 15 મેચ રમાશે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ગ્રુપ મેચ રમાશે.
ભારત તેની તમામ મેચ દુબઈમાં જ રમશે. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ પણ આ ગ્રુપમાં છે. દુબઈમાં જ સેમીફાઈનલ પણ રમાશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો આ મેચ પણ દુબઈમાં જ યોજાશે. જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ભારત ગ્રુપ-એમાં છે. ટીમના ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ છે. બીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે બે સેમિફાઇનલ રમાશે જ્યારે 9મી માર્ચે ફાઇનલ રમાશે.
જો ક્વોલિફાય થશે તો ભારત દુબઈમાં ફાઈનલ રમશે
આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં 15 મેચ રમાશે. ભારતીય ટીમની ગ્રુપ સ્ટેજની તમામ મેચો દુબઈમાં રમાશે. જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં જ રમાશે. આ ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને કરાચી આ મેચોની યજમાની કરશે. પાકિસ્તાનના દરેક મેદાન પર ત્રણ ગ્રુપ મેચ રમાશે. બીજી સેમિફાઇનલની યજમાની લાહોર કરશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો લાહોર 9 માર્ચે ફાઈનલનું આયોજન કરશે. જો ભારત ક્વોલિફાય થશે તો ફાઈનલ દુબઈમાં રમાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ બંનેમાં અનામત દિવસો રહેશે. ભારત સાથે જોડાયેલા ત્રણ ગ્રુપ મેચો અને પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ ટકરાશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ રમાશે. આ મેચ દુબઈમાં રમાશે.
સેમી-ફાઇનલ અને ફાઇનલ માટે શું વ્યવસ્થા છે?
બે સેમિફાઇનલ 4 માર્ચ અને 5 માર્ચે યોજાશે. બંને સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 9 માર્ચે યોજાનારી ફાઇનલમાં પણ રિઝર્વ ડેની જોગવાઈ રહેશે. પ્રથમ સેમિફાઇનલ (જો ભારત તેમાં પહોંચે છે) UAEમાં રમાશે. જો ભારત ક્વોલિફાય નહીં થાય તો મેચ પાકિસ્તાનમાં જ યોજાશે. તેવી જ રીતે ફાઈનલ લાહોરમાં રમાશે. જો ભારત ટાઈટલ મેચમાં પહોંચશે તો યુએઈમાં યોજાશે.