24મી ડિસેમ્બર આવે અને 31મી જુલાઈ આવે. એક બાજુ હર્ષ બીજી બાજુ ગમ. પણ આ તો જીવનનાં પાસાં છે. સૌ કોઈ એમાંથી બાકાત રહ્યાં નથી. થોડાંક વર્ષોમાં પણ રફીજી અમર બની ગયા છે. માનવીનાં કર્મો જ અમર બનાવી જાય છે. રફીજી એવા મહામાનવ બની ગયા કે કાળની ગર્તામાં અમર બની ગયા છે. આજે આ ઉમદા-ઉદાર-શ્રેષ્ઠ માનવીની ખૂબ ઊણપ વર્તાય છે. રફીજી જેવી ગાયકી કોઈ થકી પણ દેખાઈ નહિ. નૌશાદની શોધ. એ બાર-તેર વર્ષના છોકરાને શાહજહાંના કોરસ ગીતમાં શોધી કઢાયેલા. કોરસગીતમાં પણ આ છોકરડો કોહીનુર હીરાની જેમ ઝળકી ગયો. ને આપણને રફીજી મળી ગયા. અવાજ તો જાણે એવો કે ગાંધર્વની દુનિયાનો તારલો.
જીવ્યા ત્યાં સુધી સૂરની સુખાવલી પાથરી ગયા. ભજનો-રાષ્ટ્રગીતો-રોમેન્ટિક ગીતો- ગમભરેલાં ગીતો- વિરહી ગીતો કે કોઈ પણ ગીતો એટલે રફીજી સરસ રીતે ગાઈ લેતા. હું તો સાવ નાની પણ આ સ્વર મારા નાનકડા મનને મોહી લેતો. કોણ રફીજી? શું ગીતો? વગેરેની કંઇ પણ જાણકારી ને કેવી વાત? બસ આ સ્વર નાનપણથી હૃદયપટ પર છવાયેલો તે આજ સુધી છે. ઓ દુનિયાકે રખવાલે…, નાચે મન મોરા…, મધુબન મેં…, ગનીભાઈની ગઝલ…, પંજાબી- ગુજરાતી- મરાઠી- બંગાળી- હિંદી સિનેમાગીતોના ગાયક એટલે બેતાજ બાદશાહ દિલીપકુમાર- રાજેન્દ્રકુમાર- શમ્મીકપૂરનો અવાજ- શશીકપૂરનાં સૌથી વધુ ગીતો ગાનારા શ્રી રફીજીએ તો રેકોર્ડ કરી નાંખેલો. જાણે સૌનો પોતાનો અવાજ?! 1980થી શૂન્યકાળ વર્તાઈ રહ્યો છે. રફીજી તમે અમર છો. દિલથી તમને હેપ્પી બર્થ ડે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.