SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર (AAHVA DEPO MANAGER) ને લેખિતમાં અરજી કરી હતી. જેના પગલે રજુઆતને ધ્યાનમાં લઇ વલસાડ ડેપો મેનેજરે એસટી બસ ( S T BUS) ને ચાલુ કરવા માટે લીલી ઝંડી આપતા ડાંગ જિલ્લાનાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. જણાવી દઈએ કે ડાંગ જિલ્લામાં છેલ્લાં 2 મહિનાથી વલસાડ સાપુતારા એસટી બસ સેવા બંધ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં છેલ્લાં 2 મહિનાથી વલસાડ સાપુતારા એસટી બસ બંધ થઈ જતા ડાંગ જિલ્લાનાં યુવા નેતા સંતોષભાઈ ભૂસારા દ્વારા બસ રાબેતા મુજબ ચાલુ કરવા અરજી કરી હતી. આ એસટી બસનો સાપુતારા, શામગહાન, બારીપાડા, ચીખલી, સાકરપાતળ વઘઇ વગેરે જગ્યાનાં વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં જવા માટે ઉપયોગ કરતા હતા. સાથે અન્ય લોકલ મુસાફરો માટે પણ આ બસ ખૂબ જ ઉપયોગી હતી. આ એસટી બસ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સહીત સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ નડતા ડાંગ યુવા નેતા સંતોષભાઈ ભૂસારાએ આહવા ડેપો મેનેજરને રજુઆત કરી હતી. જે અંગેનાં અહેવાલ મિડિયામાં પ્રસિદ્ધ થતા સફાળા જાગેલા વલસાડ ડેપો મેનેજર દ્વારા આ એસટી બસને ફરી રાબેતા મુજબ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આખરે ડાંગ જિલ્લાનાં યુવા નેતા સંતોષભાઈ ભૂસારાની રજુઆત રંગ લાવતા સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
છાપરા-મોગાર માર્ગ પરનો જર્જરીત પુલ નવો બનતા વાહન ચાલકોને રાહત
છાપરા-મોગાર રસ્તા ઉપર જર્જરીત થયેલો પુલ નવો બની જતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.નવસારીના છાપરા થઇ મોગાર ડામર રસ્તો પસાર થાય છે. આ છાપરા-મોગાર રસ્તા ઉપરથી પૂર્વ-પશ્ચિમ નહેર પસાર થાય છે. આ નહેર પસાર થવાની જગ્યા ઉપર વર્ષો જુનો પુલ આવ્યો હતો. જે પુલ જર્જરીત બની ચુક્યો હતો. જેથી નવસારી જાહેર બાંધકામ તંત્ર દ્વારા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી નવો પુલ બનાવવાનું શરૂ કર્યુ હતુ. જે નવા પુલનું બાંધકામ પુર્ણ થઇ ગયુ છે. ત્યારે આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે. અને હાલ આ પુલ ઉપરથી વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે