ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.’ આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત. પણ બંનેમાંથી કોઈનેય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. BJP વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મુલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો BJPની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે. BJPને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઈતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળામાં દુશ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળામાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડીસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે. ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે. આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતીના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો. પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા (ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ 14 વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડીસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાંય નજરે નહોતા પડતા. તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખીત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજુરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનિતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે. પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કોંગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.’ આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત.
પણ બંનેમાંથી કોઈનેય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. BJP વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મુલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો BJPની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે.
BJPને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઈતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળામાં દુશ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળામાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડીસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે.
ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે.
આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતીના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો.
પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા (ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ 14 વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડીસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાંય નજરે નહોતા પડતા.
તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખીત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજુરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનિતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે.
પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કોંગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.
પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.