બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પાણીની વહેંચણી, સરહદપાર વેપાર અને શરણાર્થીઓના મુદ્દા મહત્ત્વના રહ્યા છે. જોડાયેલી ભૌગોલિક સ્થિતિને કારણે આ મુદ્દા બંને દેશો માટે મહત્ત્વના છે. બાંગ્લાદેશ એ ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને સ્ટીલ માટે ભારત પર નિર્ભર છે. કોવિડ મહામારી પહેલાં, બાંગ્લાદેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત સ્થિતિમાં હતું અને તેમાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશથી પશ્ચિમી દેશોમાં થતી કપડાંની નિકાસનો હતો. બાંગ્લાદેશનો કાપડઉદ્યોગ એ ભારતના કાચા માલ પર નિર્ભર છે. દિલીપ ઘોષ આ વાત જાણે છે અને તેને જ ટાંકી રહ્યા છે.
આથી, જો બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો વધુ બગડશે તો તેની નિકાસને પણ અસર થશે. તેનાથી જીડીપી પર અસર થશે અને પછી મોંઘવારી સાથે બેરોજગારી વધશે. ભારત સાથે બગડતા સંબંધોની કિંમત ચૂકવવી બાંગ્લાદેશ માટે સરળ નહીં હોય. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. બાંગ્લાદેશ એશિયામાં ભારતમાં સૌથી વધુ નિકાસ કરે છે. બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં બે અબજ ડૉલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 15.9 અબજ ડૉલર હતો.
ભારતમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જો ભારતે બાંગ્લાદેશમાં જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું તો તેની બહુ મોટી અસર થશે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે 2 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં એક નાનકડો વર્ગ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, પણ તેનાથી ભારતનું હિત પ્રભાવિત નહીં થાય.” દિલીપ ઘોષે કહ્યું હતું કે ભારત એ બાંગ્લાદેશમાં બટેટા, ડુંગળી, દવા, પાણી અને કપાસ જેવી જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દેશે તો બાંગ્લાદેશમાં તેની ઘણી ખરાબ અસર થશે. ઘોષે એમ પણ કહ્યું હતું કે, “ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધો એટલે નથી તોડ્યા કારણ કે બંને દેશોના ઐતિહાસિક સંબંધો રહ્યા છે. જો બાંગ્લાદેશમાં આવી જ રીતે અત્યાચાર શરૂ રહેશે તો અંતે બાંગ્લાદેશની સ્થિરતા અને સમગ્ર અર્થતંત્રને પણ નુકસાન પહોંચશે.”
બાંગ્લાદેશની જેવી ભૌગોલિક સ્થિતિ છે એ જોતાં તેના ભારત સાથેના સંબંધો અતિશય મહત્ત્વના બની જાય છે. આમ સાચી રીતે જોવા જઇએ તો ભારતની મદદ વગર બાંગ્લાદેશમાં પત્તુ પણ હલી શકે તેમ નથી. હવા, પાણી અને ભોજન માટે બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે તેમ કહીએ તો પણ ખોટું નથી. એટલે ત્યાંના કટ્ટરવાદીઓ લાંબો સમય ટકે તેમ નથી ટૂંક સમયમાં જ ઘૂંટણિયે પડી જાય તેમ છે અને જો ન પડે તો એક વખત તેના હુક્કાપાણી બંધ કરીને ભારતે ત્યાંના કટ્ટરવાદીઓને ઘૂંટણિયે પાડી દેવા જોઇએ. બાંગ્લાદેશને ‘ઇન્ડિયા લૉક્ડ’ દેશ કહેવામાં આવે છે. બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4367 કિમી લાંબી સરહદ છે અને બાંગ્લાદેશની કુલ આંતરરાષ્ટ્રીય સરહદનો આ 94 ટકા ભાગ છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ સુરક્ષા અને વેપારના મામલામાં ભારત પર નિર્ભર છે. બીજી તરફ બાંગ્લાદેશના કારણે ભારતને પૂર્વોત્તરનાં રાજ્યોમાં સસ્તો અને સુલભપણે સંપર્ક સાધવામાં મદદ મળે છે. ભારતના અન્ય ભાગને પૂર્વોત્તરનાં રાજ્યો સાથે જોડવામાં બાંગ્લાદેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પાણીની વહેંચણી, સરહદપાર વેપાર અને શરણાર્થીઓના મુદ્દા મહત્ત્વના રહ્યા છે. જોડાયેલી ભૌગોલિક સ્થિતિને કારણે આ મુદ્દા બંને દેશો માટે મહત્ત્વના છે. બાંગ્લાદેશ એ ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને સ્ટીલ માટે ભારત પર નિર્ભર છે.
કોવિડ મહામારી પહેલાં, બાંગ્લાદેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત સ્થિતિમાં હતું અને તેમાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશથી પશ્ચિમી દેશોમાં થતી કપડાંની નિકાસનો હતો. બાંગ્લાદેશનો કાપડઉદ્યોગ એ ભારતના કાચા માલ પર નિર્ભર છે. દિલીપ ઘોષ આ વાત જાણે છે અને તેને જ ટાંકી રહ્યા છે. આથી, જો બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો વધુ બગડશે તો તેની નિકાસને પણ અસર થશે. તેનાથી જીડીપી પર અસર થશે અને પછી મોંઘવારી સાથે બેરોજગારી વધશે. ભારત સાથે બગડતા સંબંધોની કિંમત ચૂકવવી બાંગ્લાદેશ માટે સરળ નહીં હોય. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. બાંગ્લાદેશ એશિયામાં ભારતમાં સૌથી વધુ નિકાસ કરે છે.
બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં બે અબજ ડૉલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 15.9 અબજ ડૉલર હતો. બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક હતો, અહીંથી બનેલા કપડાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ હવે તાજેતરના ઘર્ષણના બનાવોને કારણે બાંગ્લાદેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને ભારતને ફાયદો થઈ રહ્યો છે. સરકારી ડેટા અનુસાર, બાંગ્લાદેશ કટોકટી પછી, ભારતીય કાપડ ઉદ્યોગે વેગ પકડ્યો છે અને 6 મહિનામાં 60 હજાર કરોડ રૂપિયા ઉમેર્યા છે. બાંગ્લાદેશમાં વધતા સંકટને કારણે વિશ્વભરમાંથી કપડાના ખરીદદારો ભારત તરફ વળ્યા છે, જેના કારણે ભારતની આયાત વધી છે.
મળતી માહિતી અનુસાર, વૈશ્વિક સંઘર્ષો છતાં, દેશની કાપડની નિકાસ ચાલુ નાણાકીય વર્ષ-2024-25માં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન 8.5 ટકા વધીને 7.5 અબજ ડોલર એટલે કે રૂપિયા 60 હજાર કરોડ થઈ છે. ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં પણ રેડીમેડ કપડાની નિકાસ 17.3 ટકા વધીને 1.11 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશનો કાપડનો વ્યવસાય આખી દુનિયામાં ફેલાયેલો છે પરંતુ કટોકટીની વચ્ચે તેને તેના ટેક્સટાઈલ બિઝનેસમાંથી પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો બાંગ્લાદેશમાંથી દર મહિને 3.5 થી 3.8 અબજ ડોલરના કપડાની નિકાસ કરવામાં આવતી હતી. યુરોપિયન યુનિયનમાંથી યુકેમાં બાંગ્લાદેશથી કપડાની નિકાસ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ સંકટનો સીધો ફાયદો ભારતને થઈ રહ્યો છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કાપડ ઉદ્યોગથી ભારતને ઘણો ફાયદો થયો છે. બાંગ્લાદેશમાં વધી રહેલા સંકટને કારણે વિશ્વભરના ઉદ્યોગપતિઓ ભારતમાં તેમના ઓર્ડર વધારી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આવી સ્થિતિમાં ભારત આનો ફાયદો ઉઠાવી શકે છે અને તેની નિકાસ ક્ષમતા પણ વધારી શકે છે. આ જ સમયે, જે ભારતીયો બાંગ્લાદેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે તેઓ પણ તેમનો બિઝનેસ ભારતમાં શિફ્ટ કરી શકે છે. આનાથી માત્ર ભારતની આવકમાં વધારો થશે નહીં પરંતુ દેશમાં રોજગારીની તકો પણ ઊભી થશે.