Gujarat

ગુજરાતમાં 26થી 28 ડિસેમ્બર વચ્ચે માવઠાની ચેતવણી

ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા 24 કલાકની અંદર રાજકોટ, પોરબંદર અને કચ્છ (નલિયા)માં કોલ્ડ વેવની અસર જોવા મળી હતી. હજુયે રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે, જો કે ભર શિયાળે આગામી તા.26મીથી 28મી ડિસે. સુધીમાં રાજયમાં માવઠાની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરી દેવાઈ છે. આજે દિવસ દરમિયાન રાજયમાં કચ્છમાં નલિયામાં 6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજયમાં આગામી તા.26 અને 28મી ડિસે દરમ્યાન રાજયમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા, ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં માવઠુ થશે. રાજયમાં ઉત્તર ગુજરાત પણ કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયુ છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે.,વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલીમાં 11 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે.,રાજકોટમાં 9 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., અને કેશોદમાં 10 ડિ.સે.,લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top