Charchapatra

બ્રેઈન ટ્યુમર

બ્રેઈન ટ્યુમર એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) મુજબ ભારતમાં એક લાખ વસતિએ 5થી 10 જણાને બ્રેઈન ટ્યુમર થાય છે. ઇન્ટરનેશનલ એસો. ઓફ કેન્સર રજીસ્ટ્રીઝ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 28000થી 30000 લોકોને બ્રેઇન ટ્યુમર થાય છે જેમાંથી 24000થી 25000 દર્દીઓ મૃત્યુ પામે છે. કોઈ ચોક્કસ કારણ તો શોધાયું નથી પણ બ્રેઈન સેલ્સમાં જીનેટીક મ્યુટેશનને કારણે બ્રેઈન ટ્યુમર થાય છે. બ્રેઈન ટ્યુમરનાં લક્ષણો : (1) પુષ્કળ માથાનો દુખાવો-ખાસ કરીને સવારે વધુ (2) ચક્કર આવવા-ઉલટી થવી (3) ચાલતી વખતે બેલેન્સ ન રહેવાથી પડી જવાય (4) સ્નાયુઓમાં નબળાઈ (5) શરીરની ડાબી અથવા જમણી સાઈડ પર નબળાઈ લાગવી (6) યાદ ન રહેવું (7) મેન્ટલ કન્ફયુઝન (8) આંખમાં વિઝન ઓછું થઈ જવું-ડબલ દેખાવું (9) સાંભળવામાં તકલીફ પડવી (10) બોલવામાં તકલીફ પડવી

(11) ખેંચ આવવી (12) ઘણી વખત કોઈ લક્ષણો જોવા મળતાં નથી. નિદાન : (1) સીટી સ્કેન (2) એમઆરઆઈ (3) પેટ સ્કેન (PET SCAN) (4) બાયોપ્સી (5) ફીન્ગર-પ્રીક બ્લડ ટેસ્ટ ફિન્ગર-પ્રીક બ્લડ ટેસ્ટ : નોર્ટિંગહામ ટ્રેન્ટ યુનિ’ટી અને શેફિલ્ડ યુનિ’ટી દ્વારા હાલમાં એક સંશોધન હાથ ધરાયું હતું, જે મુજબ એક ફિન્ગર-પ્રિક ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ દ્વારા બ્રેઈન ટ્યુમર વિશે જાણી શકાશે. આ ટેસ્ટ દ્વારા શરૂઆતની સ્ટેજવાળા બ્રેઇન ટ્યુમરની પણ ખબર પડશે. આ ટેસ્ટ દ્વારા અન્ય પ્રકારના કેન્સર પણ જાણી શકાશે. બ્રેઈન ટ્યુમરનું પ્રારંભિક તબક્કામાં નિદાન થાય તો સારવાર દ્વારા મટાડી શકાય છે. જો કે ગ્લાયો બ્લાસ્ટોમા નામનું બ્રેઈન ટ્યુમર ઝડપથી વધે છે અને તે જીવલેણ (FATAL) હોય છે. મેડિકલ સાયન્સમાં થતી અવનવી શોધો માનવજાતની સુખાકારી માટે અત્યંત ઉપયોગી થઈ રહી છે!
સુરત     – ડો.કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top