Business

રાંદેર છે પ્રાચીન, એની હેરિટેજ ઈમારતોનો ઈતિહાસ છે ભવ્ય

કવિ નર્મદ હોડીમાં રાંદેર આવતા અને ભણાવતા તે
સ્કૂલ ભવન પોણા બસો વર્ષ જૂનું

સુરતના ઇિતહાસની બહોળી માહિતી ધરાવતા સંજયભાઈ ચોકસીએ જણાવ્યું કે સુરત નર્મદની નગરી ગણાય છે. તે વીર કવિ નર્મદ ગોપીપુરામાં રહેતાં હતાં અને રાંદેરની જે કુમાર શાળામાં ભણાવવા આવતાં હતાં તે સ્કૂલ 2845માં બાંધવામાં આવી હતી તેનો ગ્રાઉન્ડ ફ્લોર હજી અસ્તિત્વમાં છે. મળતી માહિતી અનુસાર રાંદેરના માંડવી ઓવારે કવિ નર્મદ તરીકે જાણીતી કુમાર શાળામાં કવિ નર્મદ શિક્ષક તરીકે 1 મે 1852માં જોડાયા હતાં. તેઓ ગોપીપુરાથી સિંગણપોર તાડવાડી સુધી ઘોડા પર આવતા અને ત્યાંથી હોડીમાં બેસીને રાંદેર આવતાં. આ સ્કૂલમાં જે માળ પર તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા તે હવે હયાત નથી પણ ગ્રાઉન્ડ ફ્લોર હજી છે. આ સ્કૂલની સામે smc એ નવી સ્કૂલ ઇમારત બનાવી છે ત્યાં હવે વિદ્યાર્થીઓ ભણે છે.
100 વર્ષથી વધુ જૂની રાંદેર સુધરાઈની ઈમારતમાં એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે પુલ છે
1972માં રાંદેર સુરત મહાનગરપાલિકાની હદમાં આવ્યું તે પહેલાં તે એક કસ્બો ગણાતું. રાંદેરના વહીવટ માટે પહેલાં સુધરાઈ હતી જે વેરો પણ ઉઘરાવતી. મહાનગરપાલિકાની હદમાં રાંદેર આવી જતા રાંદેર સુધરાઈનું મકાન ધીરે ધીરે જર્જરિત થયું. આ હેરિટેજ ઇમારત હજી પણ તેની ખૂબસુરતીને જાળવી શકી છે. આ ઇમારતમાં એક મકાનમાંથી બીજા મકાન તરફ જવા માટે પુલ પણ છે. 1972 પહેલાં એક બંબો પણ હતો જેને બંબી કહેતાં. સાંજે આ બંબીનું પાણી મેન રસ્તા પર છંટકાતું.
136 વર્ષ જૂના રાંદેર ઇસ્લામ કુતુબખાના પુસ્તકાલયમાં હજારો પુસ્તકો છે
કુતુબ એટલે પુસ્તક. રાંદેરમાં 1888માં લાઈબ્રેરી બનાવવામાં આવી હતી જેમાં વિવિધ ભાષાઓ સહિત લગભગ 70 હજાર પુસ્તકો સંગ્રહિત છે. કવિ નર્મદને કારણે લોકો ખૂબ વાંચન કરતા તેથી લાઈબ્રેરી બની હોવાનું સુત્રોનું કહેવું છે. આ લાઈબ્રેરી ગુજરાતી મુશાયરાનું ઉદ્દગમ સ્થાન માનવામાં આવે છે. અહીં યોજાતા મુશાયરાઓમાં દિગ્ગજ કવિઓએ ભાગ લીધો હતો. હજી પણ રાંદેરના લોકો અહીં છાપા અને મેગેઝીનો વાંચવા આવે છે.
આદેશ્વર ભગવાનનું મોટું દેરાસર, ચબૂતરો, માંડવી ઓવારોનો પણ છે ભવ્ય ઇતિહાસ
સંજયભાઈએ જણાવ્યું કે, રાંદેરમાં નિશાન ફળિયામાં સ્થિત આદેશ્વર ભગવાનનું દેરાસરની છે, જેને મોટા દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે જે પણ ખૂબ ભવ્ય છે. રાંદેરના ચબૂતરાનું કોતરણી કામ બેમિસાલ છે તે 100 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. રાંદેર પીપલ્સ બેંકની ઇમારત લાલ કલરને કારણે ભવ્ય લાગે છે તેની ઇમારત પણ 100 વર્ષ કરતા વધુ જૂનું છે. આ બેંકની સામે એક જૂની મકાન છે તેની નકશીકામની ડિઝાઇન સુરત એરપોર્ટમાં પણ લેવાઈ છે. માંડવી ઓવારા પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેના પાણીમાં 9 જેટલી તોપો છે.
લાત્મક છે નગીના મસ્જિદ, તેના રંગીન ઝૂમ્મરો ખૂબસુરત છે
રાંદેરમાં સ્થિત બીજી મસ્જિદોની સરખામણીમાં નગીના મસ્જિદ નાની છે પણ તેનું કોતરણીકામ ખૂબ જ અટ્રેકટિવ છે. આ મસ્જિદના રંગીન ઝૂમ્મરો અને ગાલીચાની ખૂબસૂરતી શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ લાગે. ઝૂમ્મરોની લાઈટ રમઝાન મહિનામાં બે કે ત્રણ દિવસ જ થાય છે. એટલું જ નહીં તેનો સુંદર મિનારો દૂરથી પણ દ્રશ્યમાન થાય છે. મળતી માહિતી અનુસાર આ મસ્જિદ પીર મુરાદશાહની નગીના મસ્જિદ તરીકે ઓળખાય છે. તે સૌ પ્રથમ ક્યારે બંધાઈ હતી તેની માહિતી ઉપલબ્ધ નથી પરંતુ 1910માં ફરી બાંધવામાં આવી હતી. તેના મિનારો ખૂબ જ ઊંચો છે. ઝૂમ્મરો રંગુન બર્માના છે.
મણીમાં નગીના મસ્જિદ નાની છે પણ તેનું કોતરણીકામ ખૂબ જ અટ્રેકટિવ છે. આ મસ્જિદના રંગીન ઝૂમ્મરો અને ગાલીચાની ખૂબસૂરતી શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ લાગે. ઝૂમ્મરોની લાઈટ રમઝાન મહિનામાં બે કે ત્રણ દિવસ જ થાય છે. એટલું જ નહીં તેનો સુંદર મિનારો દૂરથી પણ દ્રશ્યમાન થાય છે. મળતી માહિતી અનુસાર આ મસ્જિદ પીર મુરાદશાહની નગીના મસ્જિદ તરીકે ઓળખાય છે. તે સૌ પ્રથમ ક્યારે બંધાઈ હતી તેની માહિતી ઉપલબ્ધ નથી પરંતુ 1910માં ફરી બાંધવામાં આવી હતી. તેના મિનારો ખૂબ જ ઊંચો છે. ઝૂમ્મરો રંગુન બર્માના છે.

Most Popular

To Top