સુરત બહાર વસતી મારી એક સખી(અને બીજા પણ) એક વાત વારંવાર દોહરાવે છે કે માત્ર રાજ્યમાં જ નહિ પણ દેશભરમાં કશુંક અલગ,જરા હટકે અને નવી પહેલ કરનાર અને દિશાસૂચન કરનાર કોઈ શહેર હોય તો તે સુરત જ છે. જો કે ગુનાખોરીમાં પણ સુરત જરાય પાછળ નથી.પણ સારા નરસા બનાવોનું પણ સાક્ષી સુરત જ છે.આ એ જ સુરત છે જ્યાં બેક વરસ પહેલાં વરાછા વિસ્તારમાં ગ્રીષ્મા કાંડનો અતિ કરુણ કમનસીબ બનાવ સર્જાયો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓથી છલોછલ એવા આ જ વરાછા વિસ્તારની ત્રણ બહાદુર યુવતિઓએ લોકોને ,ખાસ તો મહિલાઓએ નોંધ લેવી પડે, એવો બોધપાઠ આપ્યો છે.
ત્રણ દિવસથી હેરાન પરેશાન કરનાર રોડ રોમિયોની સંગઠિત થઈને ત્રણ યુવતિઓએ જાહેરમાં ધોલાઈ કરીને એને સબક શીખવાડી દીધો. સૌરાષ્ટ્રની નારીનું અસલ સ્વરૂપ આ યુવતિઓએ શહેરને જ નહિ આખા દેશને બતાવી આપ્યું છે.નિર્ભયા, એકસો આઠ,મહિલા પોલીસ બ્રિગેડ વગેરે તો છે જ.પણ છેવટે તો સ્વરક્ષણ માટે સ્ત્રીઓ અને સ્ત્રી સંસ્થાઓએ જ આ માટે આગળ આવવાનો સમય પાકી ગયો છે.
સુરત- પલ્લવી પી. ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ગુજરાતનું પ્રવાસન તંત્ર જાગશે
આપણા નેતા અને જનતા બંને જાણે છેક દારૂબંધી એક બિન-વ્યાવહારિક સમાધાન કે તેના કારણે દારૂની દાણચોરી વધે છે. શક્તિશાળી માફિયા પેદા થાય છે. વહીવટી તંત્ર ભ્રષ્ટાચારમાં સંડોવાય છે. વળી ઝેરી અને નકલી દારૂનું વેચાણ વધે છે. ભારતમાં હજારો કિ.મી. સુધી સમુદ્ર કિનારો છે. પરંતુ તેમ છતાં આપણે બીજું ગોવા બનાવી શક્યાં નથી. સોશ્યલ મિડિયાએ લોકોને નવા પ્રવાસન શોધવામાં મદદ કરી છે. દુનિયાનાં બીજાં પ્રવાસન સ્થળોએ વધતી હરીફાઈને સમજી અને ભાવ ઓછા રાખીને પ્રવાસીઓને અનુકૂળ નીતિ બનાવી છે. પરંતુ ગોવા અને ભારતે અલગ રીતે વિચાર્યું.
ભારતમાં લાંબા સમયથી માન્યતા રહી છે કે જે કંઈ પણ સારું, સુંદર અને આનંદદાયક છે, તે ગુનાહિત માનસિકતાવાળું જોઈએ અને તેના પર નવા નિયમ, કાયદા તથા ટેક્સ લગાવવા જોઈએ. આપણે કિસ-કાર્ટેલ સમાપ્ત કરવું પડશે. લક્ઝરી જીએસટી ઘટાડવો પડશે. સરકારી ભારતીયવાસીઓ ટૂરિઝમને મોજ-મસ્તી અને રિલેક્સ થવાની વસ્તુ માનતા નથી. બીજા દેશોમાં દર બહુ ઓછો હોય થાઈલેન્ડે તો પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વેટને પણ ઘટાડી દીધો. આપણે આવું કેમ ન કરી શકીએ અને ગુજરાતમાં દારૂબંધી રદ કરી ગુજરાતને ગોવા બનાવી શકાય પણ નેતાઓ જાગશે ક્યારે?
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે