SURAT

પેસેન્જરનો પગ BRTS ના દરવાજામાં ફસાયો છતાં ડ્રાઈવરે બસ અટકાવી નહીં, 15 મિનિટ દોડાવતો રહ્યો

સુરત: મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે શહેરના જુદા જુદા રૂટો ઉપર સીટી તથા બીઆરટીએસ બસો દોડાવવામાં આવે છે. જોકે કેટલાક બસના ડ્રાઇવરોની બેદરકારીને કારણે વારંવાર ગંભીર તેમજ જીવલેણ અકસ્માતો થતા હોય છે. પરંતુ આવી પરિસ્થિતિઓ વચ્ચે એક ચોકાવનારો વિડીયો વાયરલ થયો છે.

એક બીઆરટીએસ બસની અંદર દરવાજામાં મુસાફરનો પગ ફસાયેલો હોવા છતાં ડ્રાઈવરે ગંભીર બેદરકારી દાખવી હતી. બસ અટકાવવાના બદલે હંકારતો રહ્યો હતો. ફસાયેલા પગ સાથે મુસાફરને કેટલીક દૂર સુધી લઇ ગયો હતો. આ દ્રશ્યો જોનારા લોકો પણ ચોકી ગયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા રૂટની સચીનથી કોસાડ જતી એક બીઆરટીએસ બસનો આજે સવારે ચોંકાવી દેનારા દ્રશ્યો સાથે વિડીયો વાયરલ થયો હતો.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે એક મુસાફરનો પગ દરવાજામાં ફસાય ગયો છે છતાં ડ્રાઈવર બિન્દાસ્ત અને કોઈ પણ જાતની પરવાહ કર્યા વિના બસ હંકારી રહ્યો હતો. એક બાજુ મુસાફરનો પગ દરવાજામાં ફસાયેલો હતો, જયારે બીજી બાજુ ડ્રાઈવર બસ દોડાવી રહ્યો હતો. એટલુંજ નહીં મુસાફરને દરવાજામાં ફસાયેલા પગ સાથે ડ્રાઈવર કેટલીક દૂર સુધી બસ હકારતો રહ્યો હતો. ત્યારે આવા દ્રશ્યો જોઈ અન્ય કોઈ મુસાફરે મોબાઈલમાં વીડિઓ બનાવી લીધો હતો.

વીડિયોમાં દ્રશ્યો જોઈ લોકો ચોકી ગયા હતા. જયારે આ અંગે ઉચ્ચ અધિકરીઓ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બસ ગોડાદરા રૂટની છે. કોહલી ડોંગર નામનો ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો. અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે બસના દરવાજા ઓટોમેટિક છે. જે મુસાફરનો પગ ફસાયેલો હતો તેને ડ્રાઈવરને કહેવું જોઈતું હતું. ડ્રાઈવર બસ ચલાવવામાં વ્યસ્ત હતો. જોકે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top