uncategorized

એક પોલીસકર્મી આવાં પણ: એમ્બ્યુલન્સ નહીં મળતાં મહિલા કર્મીએ કર્યું એવું કે મળી પ્રશંસા

પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટર ( LADY POLICE SAB INSPECTOR) કોટ્ટરુ સિરીષા ( KOTTRU SHIRISHA) અજાણ્યા વૃદ્ધની લાશને તેના ખભા પર લઇને લગભગ એક કિલોમીટર સુધી ચાલી હતી. તેના કાર્યને લોકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ઇન્ટરનેટ વપરાશકારો ( INTERNET USERS) તેમની આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.

સિરીષા આંધ્રપ્રદેશ ( ANDRA PRADESH) ના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે કામગીરી છે. સિરિષાને સુચના મળી હતી કે અદવી કોથરૂ વિસ્તારમાં એક અજાણ્યા વૃધ્ધનું મોત નીપજ્યું છે. સિરિષા ત્યાં પહોંચી હતી અને સ્થાનિક લોકોની વિનંતી કરી હતી કે તેઓ મૃતકના મૃતદેહને ત્યાંથી કાઢવામાં મદદ કરે. જ્યારે કોઈ આ માટે આગળ ન આવ્યું, ત્યારે તેઓએ જાતે જ આ કરવાનું નક્કી કર્યું.


મૃતદેહ અંગેની માહિતી મળતાં કાશીબુગ્ગા પોલીસ ત્યાં પહોંચી હતી.સિરીષાએ કહ્યું હતું કે ‘અમે એક 80 વર્ષીય અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જોયો હતો. સ્થાનિક લોકો તેને ભીખારી (BEGGAR) કહેતા હતા. તેમણે કહ્યું, ‘લાશને ખેતરમાંથી કારમાં લાવવી એટલી સરળ નહોતી, કારણ કે ત્યાં કોઈ રસ્તો નહોતો. અમે ગામલોકોની મદદ માંગી, પણ કોઈ આગળ આવ્યું નહીં.સબ ઇન્સપેક્ટર વિઝાગ શહેરની રહેવાસી છે. તેણે ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે આ શંકાસ્પદ મૃત્યુનો કેસ નથી કારણ કે શરીર પર ઈજાના નિશાન નથી. તેમણે કહ્યું, ‘એવી આશંકા છે કે આ વ્યક્તિ ભૂખને લીધે મૃત્યુ પામ્યો હશે, કારણ કે તેનું શરીર ખૂબ નબળું હતું.’

સિરીષાએ અન્યની મદદથી શબને તેના ખભા પર ઉપાડી અને એક કિલોમીટર સુધી લઈ ગઈ હતી. આ પછી એક સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતો. જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ સેવાઓ બદલ સબ ઇન્સ્પેક્ટરની પ્રશંસા કરી છે. તેલંગાણાની રાજ્ય પોલીસે ખાસ કરીને ટ્વિટર પર સિરિષાને અભિનંદન આપ્યા હતા.અને કહ્યું હતું કે, ‘તમને સલામ છે મેડમ, તમે પસંદ કરેલ વ્યવસાય, તમે પહેરેલા ગણવેશ અને તમે કરેલી સેવાને અમે સલામ કરીએ છીએ.’

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top